શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ભૂંકપ રાત્રે 2 વાગ્યાની આસપાસ આવ્યો હતો. ભૂંકપના આંચકાની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી. જ્યારે અત્યારે કોઇ જાનહાનીના સમાચાર મળ્યાં નથી.
જમ્મુ-કાશ્મીરમાં 4.3 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા - લદાખના કારગિલ
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
જમ્મુ-કાશ્મીરમાં
તમને જણાવી દઇએ કે, મંગળવારે અરૂણાચલ પ્રદેશ અને હિમાચલમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે, અરૂણાચલ પ્રદેશમાં ભૂંકપની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી. જ્યારે હિમાચલમાં 3.2ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો.
લદ્દાખના કારગિલમાં પણ સવારે 3:47 મિનિટ પર ભૂંકપના આંચકા અનુભવાયા હતાં. જેની તીવ્રતા 4.7 હતી. આ પછી રવિવારે રાત્રે ગુજરાતના કચ્છમાં ભૂકંપ આવ્યો હતો. તેમજ મિઝોરમના ચંપાઈ જિલ્લામાં રવિવારે 4.6 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.