ગુજરાત

gujarat

ETV Bharat / bharat

POKમાં ભૂકંપના આંચકા, 19ના મોત, 100થી વધુ ઘાયલ - રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા

નવી દિલ્હી: રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતાં. આ ઉપરાંત પાકિસ્તાન સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યો ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રની સદહદે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. જેમાં મળતી માહિતી અનુસાર 19 લોકોના મોત જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે.

દેશના આનેક વિસ્તારોમાં ભૂકંપ

By

Published : Sep 24, 2019, 5:31 PM IST

Updated : Sep 24, 2019, 8:56 PM IST

એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના જાટલાન વિસ્તારમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોધાયું હતું. આ જગ્યા લાહોરથી લગભગ 173 કિમી દૂર છે. પંજાબના અમૃતસર, લુધિયાણા, ચંડીગઢ, ગુરદાસપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. તે જ સમયે હરિયાણાના ગુરુગ્રામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. પશ્ચિમ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ અને મેરઠમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. પાકિસ્તાનની નજીક હોવાથી ભૂકંપની અસર જમ્મુ-કાશ્મીરમાં વધુ અનુભવાઈ છે.

દેશના આનેક વિસ્તારોમાં ભૂકંપ


ભૂકંપ બાદ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો તેમની ઓફિસો અને મકાનોની બહાર નીકળી ગયા હતાં. દિલ્હી ઉપરાંત કાશ્મીર, પંજાબ, ચંદીગઢ, હરિયાણા અને હિમાચલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ભૂકંપના આચકા 4 કલાક અને 35 મિનટે અનુભવાયા હતાં. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. જેનું કેન્દ્ર પાકિસ્તાનના લાહોરથી 173 કિ.મી. ઉત્તર પશ્ચિમ દિશામાં નોધાઇ રહ્યું છે. હાલ કોઇ પ્રકારના જાન હાનીના સમાચાર સામે આવ્યા નથી.

જમ્મૂ- કાશ્મીરમાં ભૂકંપની અસર વધુ

સૌથી વધુ ભૂકંપની અસર પાકિસ્તાનમાં થઇ છે. પાકિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, POKમાં આશરે 100 લોકો ઘાયલ થયા છે. જેના પગલે મહિલા અને બાળકોને મીરપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Last Updated : Sep 24, 2019, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details