ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાનના ઝુંઝુનૂમાં ભૂકંપના આંચકા અનુભવાયા, કોઈ જાનહાનિ નહીં

19 મેના મંગળવારે રાજસ્થાનના ઝુંઝુનૂમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 3.2 રિક્ટર સ્કેલ હતી. સદભાગ્યે આ ભુકંપમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.

earthquake
earthquake

By

Published : May 19, 2020, 4:01 PM IST

રાજસ્થાન: ઝુનઝુનુમાં સવારે 9:21 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, તેની ખૂબ ઓછી તીવ્રતાને કારણે લોકોને આ ભુકંપ વિશે જાણ થઈ નહોતી. ઝુનઝુનુ જિલ્લો ભૂકંપનું કેન્દ્ર હતું.

મળતી માહિતી મુજબ, આ ભૂકંપના આંચાકા રાજસ્થાનના ઝુનઝુનુમાં 19 મેના રોજ 9:21:02 સેકન્ડે નોંધાયા હતા. તેની તીવ્રતા 3.2 રિક્ટર સ્કેલ પર માપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ ભૂકંપમાં કોઈ જાન-માલનું કોઈ નુકસાન થયું ન હતું. તેમજ ઘણા લોકોને આ ભૂકંપની જાણ પણ થઈ ન હતી.

ABOUT THE AUTHOR

...view details