જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના સરહદી વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આપને જણાવી દઈએ કે, આજે બપોરે લગભગ 12 કલાકને 10 મિનીટે આંચકા અનુભવાયા હતા. રિક્ટરમાં 5.0ની તીવ્રતા નોંધાઈ છે.
જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં ભૂકંપના આંચકા, 5ની તીવ્રતાના ઝટકા લાગ્યા - જમ્મુ કાશ્મીર
શ્રીનગર: જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશની બોર્ડર પર સોમવારના રોજ ધરતી ધણધણી હતી. હિમાચલના ચંબામાં બપોરે 12 કલાકને 10 મિનીટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલમાં 5.0 નોંધાયો છે. જો કે, આ ભૂકંપમાં કોઈ જાનમાલના નુકશાનની ખબર આવી નથી.
ians
અહીં ઉલ્લેખનીય છે કે, ગત રોજ હિમાચલ પ્રદેશમાં અને આસામમાં ભૂકંરના ઝટકા અનુભવાયા હતા. ભારતના મૌસમ વિભાગે આ અંગેની જાણકારી આપી હતી. હિમાચલમાં પણ ગત રોજ રાતના લગભગ 12 કલાકને 5 મીનિટે ભૂકંપના આંચકા નોંધાયા હતા. રિક્ટર પર તેની તીવ્રતા 3.4 માપવામાં આવી છે.
તો આ બાજુ આસામમાં પણ ગત રોજ 7 કલાકને 03 મિનીટે લોકોએ ભૂકંપને મહેસૂસ કર્યો હતો. તેની તીવ્રતા સ્કેલ પર 3.3 નોંધાવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, આ ઝટકા આસામના આંગલોંગ વિસ્તારમાં અનુભવાયા હતા.