ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પૃથ્વી અગ્નિની જેમ દઝાડતાં મોજા સામે લડત આપે છે - ડૉ. કે. બાબુરાવ

આખી દુનિયા આપત્તિઓની હારમાળાથી ધ્રૂજી ઊઠી છે. ક્યાંક ને ક્યાંક આપદાઓ આવતી જ રહે છે, ચાહે તે આગના સ્વરૂપે હોય, વાવાઝોડાના સ્વરૂપે હોય, પૂરના સ્વરૂપે હોય, ભૂખમરાના સ્વરૂપે હોય કે બીજું કંઈ, જેનાથી લોકોને ખૂબ તકલીફ થતી રહે છે.

પૃથ્વી અગ્નિની જેમ દઝાડતાં મોજા સામે લડત આપે છે
પૃથ્વી અગ્નિની જેમ દઝાડતાં મોજા સામે લડત આપે છે

By

Published : Oct 8, 2020, 10:46 PM IST

વૈશ્વિક ઉષ્ણતા-ગંભીર ચિંતાનું કારણ

દરિયા કિનારે ગરમ મોજાના કારણે અમેરિકાના પશ્ચિમ કિનારે બાર રાજ્યોમાં આગ ફાટી નીકળી છે. આ આગમાંથી ધૂમાડો જે નીકળ્યો છે તે છેક 10 કિલોમીટરની ઊંચાઈએ પહોંચી રહ્યો છે, પરંતુ તે સાથે તે અમેરિકાના પૂર્વીય કિનારાનાં રાજ્યોમાં પણ પહોંચી રહ્યો છે અને તેનાથી વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. અત્યાર સુધી અમેરિકામાં જેટલા વિસ્તારમાં આગે નુકસાન કર્યું છે તે વિસ્તાર ૬.૯ કરોડ એકર જેટલો મોટો છે. તે પૈકી ૩.૩ કરોડ એકર વિસ્તાર તો એકલા કેલિફૉર્નિયાનો જ થવા જાય છે. આખા વર્ષ દરમિયાન, આગ અહીં નહીં તો ત્યાં, એમ ક્યાંક ને ક્યાંક ફાટી નીકળતી રહે છે અને તેના કારણે જંગલો બળતાં રહે છે; ચાહે તે ઉત્તર ધ્રૂવના અલાસ્કા અને સાઇબેરિયા હોય કે દક્ષિણમાં ઑસ્ટ્રેલિયા કે પછી એશિયા હોય કે પશ્ચિમ અમેરિકાના પૂર્વ પ્રશાંત કિનારો હોય.

બધાં રાષ્ટ્રોને ગંભીર પડકાર

ભારતમાં દાવાનળના કારણે અસરગ્રસ્ત પામ્યા હોય તેવા ઓળખાયેલા વિસ્તારો તરીકે ૨૧.૪ ટકા જંગલો છે. ગયા વર્ષે ૨૯,૫૪૭ આગ આપણાં જંગલોમાં નોંધાઈ હતી. આ વર્ષે મે મહિનામાં, દાવાનળ ઉત્તરાખંડ રાજ્યમાં દાવાનળ ફાટી નીકળ્યો હતો. ૧ સપ્ટેમ્બરના રોજ અફઘાનિસ્તાનમાં પૂરમાં ૧૯૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં. નેપાળ, ચડ, સેનેગલ, સુદાન, નાઇજીરિયા, કેન્યા, બુર્કિના ફાસો, ઘાના, પાકિસ્તાન, કેમેરોન, અલ્જેરિયા, ટ્યુનિશિયા, વિયેતનામ અને યુગાન્ડામાં સપ્ટેમ્બરના કારણે પૂર ઘમરોળી વળ્યાં હતાં. ઑગસ્ટમાં આપણા દેશ (ભારત)માં ૧૧ રાજ્યોમાં પૂર ફરી વળ્યાં હતાં જેના કારણે ૮૬૮ લોકોને અસર થઈ હતી અને દેશના એક પંચમાંશ લોકો ભૂખમરાથી પીડિત છે. એ તો ઠીક, અમેરિકા જેવા દેશમાં એક તૃત્તીયાંશ લોકો ભૂખે મરી રહ્યા છે. પાંચ કરોડ ૩૦ લાખ લોકો ભૂખમરાના પીડિત તરીકે ઓળખાયા છે. આ બતાવે છે કે પૃથ્વી પર એવો એક પણ દેશ નથી જે આ આપત્તિનો શિકાર ન હોય.

આ વર્ષે કોરોના રોગચાળાએ સામાન્ય રીતે, જીવન થંભાવી દીધું છે, તેમ છતાં દાવાનળ અને ઘાસની ભૂમિ બળવાના કારણે જે કાર્બન ઉત્પન્ન થાય તેનું પ્રમાણ ઘટવા ધારણા તો છે પરંતુ માત્ર ચારથી સાત જ ટકા. જોકે વૈશ્વિક ઉષ્ણતા (ગ્લૉબલ વૉર્મિંગ)નો અહેવાલ એવું સૂચવે છે કે કાર્બન ઉત્સર્જન વર્ષ ૨૦૩૦ સુધીમાં ઓછામાં ઓછું ૩૦ ટકા સુધી ઘટવું જોઈએ. પરંતુ ૨૦૧૦ની સાથે સરખાવતાં, આ લક્ષ્ય પ્રાપ્ત કરવા કોઈ પ્રયાસ કરાયા હોય તેમ દેખાતું નથી. દુઃખની વાત તો એ છે કે સરકારો, જનતા અને પ્રસાર માધ્યમો આ સમસ્યાને ઓળખવા પણ તૈયાર નથી. આપણા દેશમાં વર્ષ ૨૦૧૯ની ચૂંટણી દરમિયાન તેમના ચૂંટણી ઢંઢેરાઓમાં એક પણ પક્ષે આ બાબતનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો નથી. વિશ્વ પર્યાવરણ સંસ્થા (ડબ્લ્યુઇઓ)એ અન્ય છ અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓ સાથે મળીને સપ્ટેમ્બર ૨૦૨૦માં રજૂ કરેલા એક અહેવાલમાંથી જાણવા મળ્યું છે કે વર્ષ ૨૦૨૪ સુધીમાં વૈશ્વિક ઉષ્ણતા અસ્થાયી રૂપે ૧. ૫ અંશ સેલ્સિયસ વધી જશે. ટૂંક સમયમાં, એવી પૂરી શક્યતા છે કે મર્યાદામાં આ વધારો સ્થાયી રીતે વધતો રહેશે. આ મહિનામાં બાદમાં રજૂ કરાયેલા અન્ય એક અહેવાલમાં સ્પષ્ટ કરાયું છે કે વર્ષ ૨૦૫૦ સુધીમાં ૧૨૦ અબજ લોકો આબોહવા કટોકટીના કારણે વિસ્થાપિત થશે. આ કટોકટીથી વિશ્વ સંકોચાઈ જશે. પ્રશાંત મહાસાગરમાંથી જે સ્થાને વિષુવવૃત્ત પસાર થાય છે તે સ્થાનને લા નીના ઇફેક્ટ કહે છે અને અમેરિકા પ્રશાંત કિનારે અત્યારે જે આગની વધી રહેલી ઘટનાઓ છે તે આ લા નીના ઇફેક્ટનું જ પરિણામ છે.

અત્યંત વિષમ હવામાન સ્થિતિ

સ્પેનિશ શબ્દ ‘લા નીના’નો અર્થ ‘બાળા’ થાય છે. જ્યારે તાપમાનમાં ઓછામાં ઓછો ૦.૫ અંશ સેલ્સિયસનો વધારો થાય છે ત્યારે તેને ‘એલ નિનો’ (બાળ) કહે છે. લા નીનાથી અમેરિકાના દક્ષિણ અને પશ્ચિમ પ્રશાંત સાગર પર સૂકો, ગરમ પવન વાય છે અને ઉત્તર તેમજ પશ્ચિમ પ્રશાંત કિનારે ઠંડો અને ભેજવાળો પવન વાય છે. પૂર્વ એટલાન્ટિક કિનારે મોટાં તોફાનો માટે આ ભૌતિક સ્થતિ ખૂબ જ અનુકૂળ બને છે. લા નીના એ એક કુદરતી પ્રક્રિયા છે.

પરંતુ જાણીતા હવામાનશાસ્ત્રી માઇકલ મેન કહે છે કે હવામાન પરિવર્તનના સંજોગોમાં, તેનાથી ગરમ મોજાં, દાવાનળ અને મોટાં તોફાન જે પેરિસ આવે છે, તેમાં વધારો થશે. વૈશ્વિક ઉષ્ણતાના કારણે તાપમાનમાં વધારા પર લા નીનાની અસરની સાથે, અમેરિકામાં આગ નિરંકુશ રીતે ફેલાઈ રહી છે. ૧૯૭૦માં લાગેલી આગ સાથે સરખાવીએ તો કેલિફૉર્નિયામાં દાવાનળનો વાર્ષિક વિસ્તાર પાંચ ગણો વધી ગયો છે. ઉનાળામાં આ વધુ વધીને આઠ ગણો વધી ગયો છે. આનું કારણ વૃક્ષો અને ઘાસ સૂકાઈ જવું અને તાપમાનમાં વધારો થવો છે. અમેરિકામાં દાવાનળ અમેરિકાના પશ્ચિમ કિનારામાં દાવાનળ નિરંકુશ રીતે ફેલાઈ રહ્યો છે, તો આ સ્થળથી થોડા જ સેંકડો માઇલ પૂર્વ, જ્યાં કૉલારાડો અને વ્યોમિંગ જેવાં શહેરો આવેલાં છે ત્યાં તાપમાનમાં ૩૩ અંશ સેલ્સિયસ જેટલો તીવ્ર ઘટાડો નોંધાયો છે જે રાતના સાતથી બીજા દિવસની સવાર સુધી સતત ૧૮ કલાક રહે છે. પૃથ્વી પર સપાટીથી લગભગ બે કિલોમીટર જેટલી ઊંડાઈએ પૃથ્વી બરફની ચાદરથી ઢંકાઈ જાય છે. આ સાથે અમેરિકાના હવામાન વિભાગે તેના પૂર્વ કિનારે મહત્ત્મ ૨૫ વાવાઝોડાંની આગાહી કરી છે. તે અત્યંત વિષમ આબોહવાની સ્થિતિનો સંકેત છે. આવા આબોહવામાં અત્યંત વિષમ પરિવર્તન અને હવામાનની સ્થિતિ સાથે, હવે નવી અત્યંત વિષમ આબોહવા નવી સામાન્ય સ્થિતિ બનતી જઈ રહી છે!! પ્રવર્તમાનમાં, સ્થિતિ એ રીતે વિકસી રહી છે કે પૃથ્વીની સપાટીનું સરેરાશ તાપમાન ચાર અંશ સેલ્સિયસ વધવાનું છે. જો આમ થાય તો, વૈજ્ઞાનિકો કહે છે કે, વર્તમાન વસતિના માત્ર દસ ટકા જ જીવતા રહી શકશે. પરિસ્થિતિ કેટલી દુષ્કર બનશે તે કલ્પના કરવી મુશ્કેલ છે અને તેને અટકાવવા માટે દરેકે આગળ આવવું જ પડશે. માનવના આત્યંતિક કૃત્યોથી સર્જાનાર આ દુર્ઘટનાને ટાળવા માટે માણસે પ્રયાસ કરવા જ રહ્યા. આ પ્રયાસ બધાએ સંયુક્ત રીતે મળીને કરવા પડશે.

કુદરતની ચેતવણી પ્રત્યે અસાવધાની…

આબોહવા આમ તો અત્યંત સહકારવાળી અને છેલ્લા બાર હજાર વર્ષની માનવ સભ્યતાની ઉત્ક્રાંતિમાં પ્રદાન કરનારી હતી તે હવે કેમ માનવ જાતના અસ્તિત્વ માટે જ અત્યંત ભયજનક બની ગઈ છે? આ બધી કુદરતી ઘટના નથી, પરંતુ આબોહવા પરિવર્તનમાં આ વિષમતાઓ પાછળ માણસનો હાથ અને પગ રહેલા છે તે વિજ્ઞાન દ્વારા કહેવાયેલી હકીકત છે જેમાં ચર્ચાને કોઈ અવકાશ નથી. સો વર્ષ પહેલાં અર્હેનિયસના સંશોધનમાં ચેતવણી અપાઈ હતી કે વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડના વધારાના લીધે વૈશ્વિક ઉષ્ણતા થશે. પરંતુ આ સમસ્યા સરકારો અને માનવ સમજે એકંદરે વિશ્વનો આર્થિક વિકાસ સાધવાના નામે વિકરાળ બનાવી દીધી છે. જોકે જેમ્સ હેન્સેને ૧૯૮૮માં જ વૈશ્વિક ઉષ્ણતાનું વર્ણન કર્યું હતું, પરંતુ પહેલી આઈપીસીસી ૧૯૯૦માં થઈ હતી. અહેવાલમાં વૈશ્વિક ઉષ્ણતાનું જોખમનું તારણ હતું અને નિરોધક પગલાં માટે સંયુક્ત રાષ્ટ્રોના નેજા હેઠળ થતી આંતરરાષ્ટ્રીય પરિષદો છતાં, હવામાં કાર્બન ઉત્સર્જનનું પ્રમાણક છેલ્લાં ૪૦ વર્ષના કુલ વાયુ ઉત્સર્જનના ૬૨ ટકા છે. આનો અર્થ એ થાય છે કે મોટા ભાગનો કાર્બન ઉત્સર્જન આફતરૂપ ઘટનાઓની ઓળખ અને આગાહી પછી જ છોડવામાં આવે છે. હવામાં ગ્રીનહાઉસ વાયુના પ્રમાણમાં વધારો કરીને, આપણએ પૃથ્વીના ઊર્જા સ્તરમાં અસંતુલન સર્જી દીધું છે. સપાટીના સરેરાશ તાપમાનમાં ૧.૫થી ૨ અંશ સેલ્સિયસના વધારાની મર્યાદા રાખવા દેશો ડિસેમ્બર ૨૦૧૫માં પેરિસ સમજૂતીમાં તૈયાર થયા હતા. પરંતુ તેનો અમલ કરવા અથવા તેને જાળવી રાખવામાં તેઓ નિષ્ફળ ગયા છે. દર વર્ષે સતત ધોરણે ઉત્સર્જન વધતું જ જાય છે.

-ડૉ. કે. બાબુરાવ (પર્યાવરણ નિષ્ણાત)

ABOUT THE AUTHOR

...view details