ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચીની વિદેશ પ્રધાન સાથે 2 કલાક ચાલી એસ.જયશંકરની બેઠક - જયશંકરની બેઠક

પૂર્વી લદ્દાખના પેંગોગ ત્સો તળાવના દક્ષિણ છેડે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલા વિવાદ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. આવી સ્થિતિમાં ચીનના વિદેશ પ્રધાન અને ભારતના વિદેશ પ્રધાન વચ્ચેની આ વાતચીતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

જયશંકર
જયશંકર

By

Published : Sep 11, 2020, 7:07 AM IST

મોસ્કો: સરહદ વિવાદને લઇ વિદેશ પ્રધાન એસ.જયશંકરે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે મોસ્કોમાં ચાલી રહેલી બેઠક ખત્મ થઇ જશે. બન્ને વિદેશ પ્રધાનો વચ્ચે બે બેઠકો વચ્ચે બે કલાક વાતચીત ચાલી હતી.

પૂર્વી લદ્દાખના પેંગોગ ત્સો તળાવના દક્ષિણ છોડે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલા વિવાદ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. આવી સ્થિતિમાં ચીનના વિદેશ પ્રધાન અને ભારતના વિદેશ પ્રધાન વચ્ચેની આ વાતચીતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ અગાઉ વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે, ભારત અને ચીન સરહદ વિવાદને ઉકેલવા માટે રાજદ્વારી અને લશ્કરી માધ્યમથી વાટાઘાટો કરી રહ્યા છે. આ સમજ બંને દેશોના સંરક્ષણ પ્રધાનો વચ્ચેની વાતચીતમાં કરવામાં આવી છે. હવે આ અંગે બંને દેશોના વિદેશ પ્રધાનોની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ભારત સરહદ પર શાંતિ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

ABOUT THE AUTHOR

...view details