- વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાઠવી શુભેચ્છાઓ
- અસત્ય પર સત્યનો વિજય
- ભારતીયોની સાંસ્કૃતિક એકતાનું પ્રતીક
નવી દિલ્હી: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના ટ્વીટર એકાઉન્ટ પર દેશવાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને પાઠવી દશેરાની શુભેચ્છાઓ "તમામ દેશવાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ. આ તહેવાર અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. આ તહેવાર તમામના જીવનમાં સમૃદ્ધિ અને આનંદ લાવે તેમજ મહામારીની અસરોથી બચાવે તેવી શુભકામનાઓ." રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી જણાવ્યું.
શારદીય નવરાત્રિનું દસમું નોરતું દશેરા છે. દેશભરમાં આ પર્વ અનેરા ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવાય છે. આ નિમિત્તે રાવણદહનના કાર્યક્રમો યોજાય છે જે અસત્ય પર સત્યના વિજયને દર્શાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને પાઠવી દશેરાની શુભેચ્છાઓ