ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હરિયાણા ચૂંટણી: ભાજપ-કોંગ્રેસ એકેયને બહુમત નહીં, જેજેપી બનશે કિંગમેકર - election news in hariyana

ચંદીગઢઃ આજે હરિયાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે ત્યારે ચૂંટણીના શરુઆતના પરિણામો ખૂબ જ રોચક જોવા મળી રહ્યા છે. જેમાં ભાજપને હરિયાણામાં સ્પષ્ટ બહુમતી જોવા મળી રહી નથી. માનવામાં આવી રહ્યું છે કે, જન નાયક જનતા પાર્ટી (JJP) ના દુષ્યંત ચૌટાલા 'કિંગ મેકર' બની શકે છે.

dushyant chautala

By

Published : Oct 24, 2019, 11:12 AM IST

Updated : Oct 24, 2019, 11:18 AM IST

માહિતી પ્રમાણે, ભાજપના પ્રકાશ સિંહ બાદલે દુષ્યંત ચૌટાલા સાથે વાત કરવાની અપીલ કરી છે. કારણ કે, પ્રકાશ સિંહ અને દુષ્યંત ખૂબ જ નજીકના વ્યક્તિ છે. મતગણતરી શરૂ થયા બદ દુષ્યંત ચૌટાલાએ કહ્યું હતું કે, હરિયાણામાં સત્તાની ચાવી તેમની પાસે હશે. તેથી પ્રારંભિક ગણતરીના આધારે દુષ્યંતનું 'કિંગ મેકર' બની શકે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, લોકોએ રાજ્યમાં બદલાવ માટે મત આપ્યા છે. ટૂંક સમયમાં જ ખબર પડી જશે કે, રાજ્યમાં કોની સત્તા આવશે. દુષ્યંતે શરૂઆતમાં જ કહ્યું હતું કે, હરિયાણામાં સત્તાની ચાવી JJPના હાથમાં છે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું ન હતું કે, JJP કંઈ પાર્ટીને સમર્થન આપશે.

તેમણે કહ્યું કે, અમને જનતાનો પ્રેમ મળી રહ્યો છે, જે પરિવર્તનની નિશાની છે. સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે, ભાજપ 75 ટકા નિષ્ફળ નીવડી છે , હવે યમુના પાર કરવાનો સમય છે.

Last Updated : Oct 24, 2019, 11:18 AM IST

ABOUT THE AUTHOR

...view details