દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, દળના સમર્થનનો નિર્ણય કોમન મિનિમમ પ્રોગ્રામના હેઠળ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપની સાથે સરકાર બનાવવા માટે ચર્ચા થઈ છે. નેતાઓની મુલાકાતના સવાલ પર દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, કોઈ પણ નેતા સાથે મુલાકાત નથી કરી. જે પાર્ટી અમારું સન્માન કરશે તેનો સાથ આપીશું.
જે પાર્ટી અમારું સન્માન કરશે તેને સમર્થન કરીશું: દુષ્યંત ચૌટાલા - હરિયાણા વિધાનસભા ચૂંટણી
ચંદીગઢ: દુષ્યંત ચૌટાલાને જનનાયક જનતા પાર્ટીના વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં JJPને 10 બેઠકો મળ્યા બાદ દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, પાર્ટી માટે બધા વિકલ્પો ખુલ્લા છે. તેમણે કહ્યું કે, JJPએ ભાજપ અને કોંગ્રેસ બંનેની સામે ચૂંટણી લડી હતી.
dushant
ઉલ્લેખનીય છે કે, હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષને બહુમત મળી નથી. ભાજપને 40, કોંગ્રેસને 31, JJPને 10 બેઠકો મળી છે.