ટેક્નો સ્માર્ટ ફોનના બધા જ ગ્રાહકો માટે 13મા મહિનાની વોરંટી 20 માર્ચથી 31મી મે 2020 સુધી લંબાવવામાં આવી છે આમ, હવે વોંરટી 12 મહિનાને બદલે 14 મહિના સુધી મળશે. ટેક્નો ઇન્ડિયાએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.
ટેક્નો ઇન્ડિયાના અધિકારીઓના જણાવ્યા મુજબ કાર્લકેર એપ્લીકેશન ગ્રાહકોને કોઇપણ સમયે વોંરટીની સ્થિતિની જાણકારી મેળવવા માટે મદદ કરશે. ગ્રાહકોની જરૂરિયાતોને સારી રીતે ઝડપથી પુરી પાડવા માટે તમામ જરૂરી પગલા એકસાથે ભરવામાં આવ્યા છે.