નવી દિલ્હીઃ નિર્ભયા કેસના ચાર દોષીઓને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. જેથી જેલ પ્રશાસને સજાની ઔપારિકતા પ્રમાણે દોષીઓના પૂતળાને ફાંસી આપી હતી. જેલ પ્રશાસનના જણાવ્યાનુસાર, "ફાંસી આપતાં પહેલા તમામ ઉપકરણોનું પરીક્ષણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે જેલના અધિકારીઓએ ત્રીજી વખત દોષીઓના પૂતળાને ફાંસી આપી હતી."
નિર્ભયા કેસઃ ચારેય દોષીઓના પૂતળાને તિહાડમાં અપાઈ ફાંસી
તિહાડ જેલમાં સોમવારે નિર્ભયા સામૂહિક દુષ્કર્મ દોષીઓના પૂતળાને ફાંસી આપવામાં આવી છે. નોંધનીય છે કે, આ જેલની ઔપચારિકતા છે. જેમાં ફાંસી આપવાના ઉપકરણોનું નિરીક્ષણ કરવામાં આવે છે.
tihar-jail
દિલ્હી અદાલત દ્વારા 17 જાન્યુઆરીએ ચારેય દોષીઓને ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો, પરંતુ અરજીઓ પર થતી કાર્યવાહીના કારણે 22 જાન્યુઆરીના રોજ થનારી ફાંસીને સ્થગિત કરવામાં આવી હતી. હવે 1 ફેબ્રુઆરી અને સવારે 6 વાગ્યે ફાંસી આપવામાં આવશે.