નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા કોરોના યુદ્ધ માટે આપત્તિ ફંડ તરીકે રાજ્યોને 17 હજાર કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે.જે રાજયોને આ ફંડ મળ્યો છે.તેમાં દિલ્હીનો સમાવિષ્ટ થયો નથી. દિલ્હી સરકારે તેને દુર્ભાગ્યપૂર્ણ જણાવ્યું છે.અને તેની માટે અવાજ ઉઠાવ્યો છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને નાણાં પ્રધાને કેન્દ્ર સરકારને પત્ર લખ્યો , જાણો પત્રમાં શું લખ્યું સિસોદિયાએ એક પત્ર લખ્યો છે
દિલ્હીના નાયબ મુખ્યમં+ત્રી અને નાણાં પ્રધાન મનીષ સિસોદિયાએ આ સંદર્ભે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. આ પત્રમાં મનીષ સિસોદિયાએ દિલ્હીના કોરોનાની ગંભીરતા અને તેના પર કાબુ મેળવવાના પ્રયત્નોનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે આ માટે દિલ્હી સરકાર પોતે પૂરતી સક્ષમ નથી, તેથી તેને કેન્દ્રિય સહાયની જરૂર પડશે.
આ ભેદભાવ દુર્ભાગ્યપૂર્ણ
મનીષ સિસોદિયાએ તેના વિશે કરવામાં આવેલા ટવીટ માં લખ્યું છે કે, 'મેં કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. અને દિલ્હી માટે પણ આપત્તિ ફંડ માંગ્યું છે. કેન્દ્રે કોરોના સામે લડવા માટે આપત્તિ ફંડમાંથી રાજ્યોને 17 હજાર કરોડ જાહેર કર્યા, પરંતુ દિલ્હીને એક રૂપિયો પણ આપ્યો નથી. આ સમયે સમગ્ર દેશે સાથે મળીને લડવું જોઈએ. આ પ્રકારને ભેદભાવ દુર્ભાગ્યપૂર્ણ છે. '
ગઈકાલના પત્રનો કોઇ જવાબ આપ્યો નથી
ઉલ્લેખનીય છે કે, છેલ્લા દિવસોમાં દિલ્હી સરકાર વતી કેન્દ્ર સરકારને એક પત્ર લખવામાં આવ્યો હતો.અને આ પત્ર દ્વારા દિલ્હીમાં વેન્ટિલેટર પી.પી.ઇ. અને માસ્કની માંગ કરવામાં આવી હતી. તે અંગે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શનિવારે સાંજે યોજાયેલી પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે આજ સુધી પત્રનો જવાબ મળ્યો નથી કે કેન્દ્રને મદદ મળી નથી.