ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસને લાગી કોરોનાની નજર, 2 દિવસમાં 2 દિગ્ગજ નેતા ગુમાવ્યા - જી નરેન્દ્ર યાદવ

કોરોના વાઈરસનો કહેર દિવસેને દિવસે ઘાતક બની રહ્યો છે. જોકે કોરોનાની ઝપેટમાંથી મોટા મોટા નેતાઓ પણ નથી બચી શક્યા. તો બીજી તરફ કોરોનાએ સૌથી વધારે કોંગ્રેસી નેતાઓનો ભોગ લીધો છે. કોંગ્રેસે જૂનથી નવેમ્બર સુધીમાં 13 નેતા ગુમાવ્યા છે. કેટલાક કોંગ્રેસી નેતાઓને કોરોના થયો હતો, પરંતુ તેઓ બાદમાં સારવાર લઈ સાજા થઈ ગયા હતા. જુઓ કયા નેતા અને પ્રધાનના નિધન થયા.

કોંગ્રેસને લાગી કોરોનાની નજર, 2 દિવસમાં 2 દિગ્ગજ નેતા ગુમાવ્યા
કોંગ્રેસને લાગી કોરોનાની નજર, 2 દિવસમાં 2 દિગ્ગજ નેતા ગુમાવ્યા

By

Published : Nov 25, 2020, 11:05 PM IST

  • કોંગ્રેસને કોરોનાની નજર લાગી, દિગ્ગજ નેતા ગુમાવ્યા
  • કોંગ્રેસે નવેમ્બરમાં 2, ઓક્ટોબરમાં 1 નેતા ગુમાવ્યા
  • સપ્ટેમ્બરમાં 5, ઓગસ્ટમાં 3, જુન-જુલાઈમાં 1 નેતા ગુમાવ્યા

હૈદરાબાદઃ કોરોના વાઈરસનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. કોંગ્રેસના ઘણા નેતા અને પ્રધાનો કોરોના સંક્રમિત થયા છે. જોકે કેટલાક લોકો સારવાર બાદ સાજા પણ થઈ ગયા છે, પરંતુ કેટલાક નેતા એવા છે જેઓ કોરોના સામેની લડાઈમાં હારી ગયા. જુઓ કોંગ્રેસના કયા નેતા અને પ્રધાનની કોરોનાના કારણે મોત થઈ.

25 નવેમ્બર 2020ઃ અહેમદ પટેલ

કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલને કોરોના થતા તેઓ સારવાર હેઠળ હતા, પરંતુ આખરે આજે તેઓ કોરોના સામેની લડાઈમાં હારી ગયા અને તેમનું નિધન થયું. અહેમદ પટેલના પુત્રે અહેમદ પટેલના નિધનની માહિતી આપી હતી. જોકે અહેમદ પટેલના કેટલાક અંગ પણ કામ નહતા કરી રહ્યા.

23 નવેમ્બર 2020ઃ તરૂણ ગોગોઈ

આસામના પૂર્વ મુખ્યપ્રધાન તરૂણ ગોગોઈનું 86 વર્ષની વયે સોમવારે નિધન થયું હતું. ગોગોઈની સારવાર ગૌહાટી મેડિકલ કોલેજ (જીએમસીએચ)માં ચાલી રહી હતી. તેમના પણ વિવિધ અંગ કામ કરવાના બંધ થઈ ગયા હતા. ગોગોઈ વેન્ટિલેટર પર હતા. તેઓ 25 ઓગસ્ટે કોરોનાથી સંક્રમિત થયા હતા. અને ત્યારબાદ તેમને જીએમસીએચમાં દાખલ કરવામાં આવ્યા હતા.

5 ઓક્ટોબર 2020ઃ નસીબ પઠાણ

ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પૂર્વ વિધાન પરિસદ સભ્ય અને વરિષ્ઠન નેતા નસીબ પઠાણનું લખનઉમાં નિધન થયું. દિલ્હીના મેદાંતા હોસ્પિટલમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.

27 સપ્ટેમ્બર 2020ઃ સી. એફ. થોમસ

કેરળના પૂર્વ પ્રધાન અને ચંગનાસ્સેરીના ધારાસભ્ય સી. એફ. થોમસનું 81 વર્ષની ઉમરે નિધન થયું. તિરુવલ્લા, પઠાનમથિટ્ટા જિલ્લાના ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી ત્યારબાદ તેમનું નિધન થયું.

25 સપ્ટેમ્બર 2020ઃ શેખ મતલૂબ અલી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન શેખ મતલૂબ અલીનું 78 વર્ષની વયે ખાનગી હોસ્પિટલમાં નિધન થયું.

22 સપ્ટેમ્બર 2020ઃ ઝફિયા ઈનામ

રાજસ્થાનના ટોંકથી ત્રણ વાર ધારાસભ્ય રહી ચૂકેલા અને રાજસ્થાન સરકારમાં કોંગ્રેસ રાજમાં બે વાર પ્રધાન રહેલા ઝફિયા ઈનામની પણ જયપુરમાં સારવાર ચાલી રહી હીત. તેઓ કોરોના સંક્રમિત હતા.

17 સપ્ટેમ્બર 2020ઃ દલસિંગાર યાદવ

પૂર્વ ધારાસભ્ય દલસિંગાર યાદવનું કોરોના સંક્રમિત થતા લખનઉમાં નિધન થયું. તેઓ 90 વર્ષના હતા.

12 સપ્ટેમ્બર 2020ઃ વિજોય પોલ

બોરસોલા બ્લોક કોંગ્રેસ (I)ના પૂર્વ અધ્યક્ષ અને સામાજિક કાર્યકર્તા વિજોય પોલનું 72 વર્ષની વયે નિધન થયું. તેઓ તેજપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ હતા.

31 ઓગસ્ટ 2020ઃ પ્રણબ મુખર્જી

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનું દિલ્હી સ્થિત સેનાની આર. આર. હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 84 વર્ષના હતા. મુખર્જીના માથાની સર્જરી કરવામાં આવી હતી. તેઓ કોરોના સંક્રમિત પણ થયા હતા. ત્યારબાદથી તેઓ વેન્ટિલેટર પર હતા.

8 ઓગસ્ટ 2020ઃ યેદલા આદિરાજુ

એપીસીસીના ઉપાધ્યક્ષ અને ડીસીસીના પૂર્વ અધ્યક્ષ યેદલા આદિરાજુ (53)નું કોવિડ-19ના સંક્રમણના કારણે નિધન થયું.

8 ઓગસ્ટ 2020ઃ નંદી યેલહિયા

તેલંગાણા કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને 8 વખત સાંસદ રહેલા નંદી યેલહિયાનું હૈદરાબાદમાં કોરોનાના કારણે નિધન થયું.

17 જુલાઈ 2020ઃ જી. નરેન્દ્ર યાદવ

તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ જી. નરેન્દ્ર યાદવે હૈદરાબાદના એક ખાનગી હોસ્પિટલમાં કોરોનાના કારણે દમ તોડી દીધો હતો.

3 જૂન 2020ઃ પી. નામગ્યાલ

લદ્દાખ કોંગ્રેસના દિગ્ગજ પી. નામગ્યાલના નિધન બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને લદ્દાખથી ત્રણ વારના કોંગ્રેસ સાંસદ પી. નામગ્યાલ પણ કોરોના સંક્રમિત હતા.

ABOUT THE AUTHOR

...view details