ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CAA: દિલ્હીમાં આજે પ્રદર્શનને લઈ એલર્ટ જાહેર - નાગરિકતા સંશોધન કાયદા

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદાને લઈ રાજધાની દિલ્હીમાં ગુરુવારના રોજ વિરોઘ પ્રદર્શન થયું. પ્રાપ્ત વિગતો મુજબ, આજે (શુક્રવાર) દિલ્હીમાં ફરી મોટું પ્રદર્શન થવાની સંભાવના છે. ત્યારે પોલીસ માટે પ્રદર્શનકારીઓને રોકવાનું કાર્ય ચેતવણીપૂર્ણ છે.

CAA
CAA

By

Published : Dec 20, 2019, 10:02 AM IST

મળતી વિગતો મુજબ, શુક્રવાર બપોરે દિલ્હીની પરિસ્થિતીને જોતા પોલીસને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે તેમજ પોલીસ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

નાગરિકતા સંશોધન કાયદા સામે દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન અનેક હિંસક ઘટનાઓ પણ બની હતી.

અધિકારીઓએ જણાવ્યુ કે, સ્વરાજ અભિયાનના વડા યોગેન્દ્ર યાદવની પણ અટકાયત કરવામાં આવી છે. કેન્ડલ માર્ચ કરવાનો પ્રયત્ન કરનાર પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં બે વિરોધ પ્રદર્શન થયા હતા. એક વિરોધ વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હતો જ્યારે બીજો વિરોધ ડાબેરી પક્ષો દ્વારા કરાયો હતો.

ABOUT THE AUTHOR

...view details