ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નનકાના સાહિબ ગુરૂદ્વારા પર પત્થરમારો, શ્રદ્ધાળુઓ ફસાયા - પંજાબ મુખ્યપ્રધાન

નવી દિલ્હી : ભારતે પાકિસ્તાનમાં પવિત્ર નનકાના સાહિબ ગુરૂદ્વારામાં કરેલી તોડફોડને વખોળતા પાડોશી દેશને ત્યાં શિખોની સુરક્ષા કરવાની જહેમત ઉઠાવવાનું કહ્યું છે. હકીકતમાં પાકિસ્તાનમાં એક ટોળાએ શિખના સૌથી પવિત્ર ધર્મસ્થળ નનકાના સાહિબ ગુરૂદ્વારા પર પત્થરમારો કર્યો હતો.

નનકાના સાહિબ ગુરૂદ્વારા પર પત્થરમારો, શ્રદ્ધાળુઓ ફસાયા
નનકાના સાહિબ ગુરૂદ્વારા પર પત્થરમારો, શ્રદ્ધાળુઓ ફસાયા

By

Published : Jan 4, 2020, 3:33 AM IST

વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનમાં શ્રી ગુરૂ નાનક દેવ જી ના જન્મ સ્થાન પવિત્ર નનકાના સાહિબમાં શિખોની સાથે હિંસા થઇ છે.

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, ' ભારત આ પવિત્ર સ્થાન પર થયેલી તોડફોડને વખોડે છે. અમે પાકિસ્તાન સરકારના શિખોની સુરક્ષા અને કલ્યાણ નિશ્ચિત કરવાને લઇને તુરંત કાર્યવાહી કરી છે.

આ મામલાને લઇને પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહે નિવેદન આપ્યું છે. તેઓએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પાસેથી નનકાના સાહિબ ગુરૂદ્વારામાં ફંસાયેલા શ્રદ્ધાળુઓને બહાર કાઢવાની અપીલ કરી છે. તેઓએ ટ્વિટ કરી કહ્યું કે હું અપીલ કરૂ છુ કે પાક વડાપ્રધાન આ મામલાને લઇને ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર લઇ આવવામાં મદદ કરે.

મુખ્યપ્રધાન અમરિંદર સિંહનું ટ્વિટ

ABOUT THE AUTHOR

...view details