ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સૈન્યશક્તિના જોરે ચીન પણ બનવા માગે છે મહાસત્તા: જનરલ ડીએસ. હુડ્ડા - china army

ન્યુઝ ડેસ્ક: ચીનના રાષ્ટ્રપતિ શી જીંગપિંગ આજે ભારત યાત્રાએ છે. તેઓ બે દિવસ સુધી ભારતમાં રોકાશે. જીંગપિંગ ચેન્નઈમાં વડાપ્રધાન મોદી સાથે બીજી અનઔપચારિક મુલાકાત કરશે. જીંગપિંગનો ભારત પ્રવાસ મહત્વનો છે. ઉરીમાં સર્જીકલ સ્ટ્રાઈક કરનાર જનરલ ડી.એસ.હુડ્ડાએ જીંગપિંગના ભારત પ્રવાસના વિવિધ પાસાઓને સમજાવતા ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.

સૈન્યશક્તિના જોરે ચીન પણ બનવા માગે છે મહાસત્તા- ડી.એસ.હુડ્ડા

By

Published : Oct 11, 2019, 10:51 AM IST

Updated : Oct 11, 2019, 4:30 PM IST

ચીનમાં થોડા દિવસો પહેલા જ પીપલ્સ લિબરેશન આર્મી(PLA)એ ચીનમાં ભવ્ય પરેડની સાથે કમ્યુનિસ્ટ શાસનના 70 વર્ષની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં તિયાનમેન સ્ક્વૉયરથી નીકળેલી સેંકડો ટેંક અને એક સાથે શિસ્તથી ચાલતા 15000 સૈનિકોએ ચીનની નવી અને ઉન્નત સૈન્ય પ્રણાલીનું ઉદાહરણ પુરુ પાડ્યુ હતું.

આ પ્રદર્શનમાં નવી બે મિસાઈલ પ્રણાલીઓમાં હાઈપરસોનિક તકનીકનો ઉપયોગ સ્વાભાવિક હતો. ડીએફ-41 અને ડીએફ-17-41, 15000 કિલોમીટરની સીમા સાથે મેક 25ની ઝડપથી ઉડાન ભરવા માટે સક્ષમ છે. તે 30 મિનિટમાં જ સંયુક્ત રાજ્ય અમેરિકાને મોટુ નુકસાન પહોંચાડી શકવાની ક્ષમતા રાખે છે. ડીએફ-17 હાઈપરસોનિક ગ્લાઈડ મિસાઈલ છે. જે અવાજની ગતિ કરતા પણ પાંચ ગણી ઝડપે ઉડે છે. જેનાથી તેની ઉપર આકાશમાં હુમલો કરવો ઘણો મુશ્કેલ છે. અમેરિકાના સંયુક્ત ચીફ ઓફ સ્ટાફના ઉપાધ્યક્ષ જનરલ જૉન હાઈટેને માર્ચ 2018માં કબુલ્યુ હતું કે, 'જો ચીન આ પ્રકારના હથિયારનો ઉપયોગ કરે તો અમારી પાસે બચવાનો કોઈ રસ્તો નથી'

ગોંગજી-11 સ્ટીલ્થ માનવરહિત હવાઈ વાહનની ખબર રડારથી પણ જાણી શકાતી નથી. તે દુશ્મનોની પાછળ તેની રણનીતિ ક્ષેત્રમાં પણ હુમલો કરી શકે છે. ડીઆર-8નું પણ અનાવરણ કરાયુ છે. જો કે આ અંગે એક અફવા એવી પણ ચાલી રહી છે કે, તે એક ડ્રોન છે જે મેક 4થી વધુની ઝડપે ઉડવા સક્ષમ છે. આ ઉપરાંત ચીની નૌ સેનાએ પાણીની નદી ચાલનારી માનવરહિત એચએસયુ-001નો પણ પરેડમાં સમાવેશ કરાયો છે. જે પૂર્વ અને દક્ષિણ ચીન સાગરમાં નૌકાદળ દ્વારા શત્રુઓની ગતિવિધીઓનું નિરીક્ષણ કરવા તૈનાત કરાઈ શકે છે.

એ સ્પષ્ટ છે કે, PLA 2035 સુધી સૈન્ય આધુનિકીકરણને પુરુ કરવા માટે નક્કી કરેલા લક્ષ્ય તરફ અગ્રેસર છે. એક પ્રભાવી સેના તેના હથિયારોથી નહીં પરંતુ યુદ્વ માટે તેના સંગઠનાત્મક માળખા, પ્રશિક્ષણ, નીતિઓ, સ્વદેશી રક્ષા ઉત્પાદન અને નાગરિક સૈન્ય એકીકરણ દ્વારા નક્કી થાય છે. આ તમામ ક્ષેત્રોમાં ચીને ખુબ જ પ્રગતિ કરી છે.

નવેમ્બર 2015માં, રાષ્ટ્રીય રક્ષા અને સૈન્ય સુધાર માટે અગ્રણી સમુહના પૂર્ણ સત્ર માટે પીએલએમાં મોટા ફેરફાર થયા હતાં. ત્યાર પછી સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપતિ શિ જીંગપિંગે જાહેરાત કરી હતી કે, ચીન પીએલએમાંથી 300000 કર્મચારીનો છુટા કરી દેશે. આતંરિક મતભેદો પછી ફેબ્રુઆરી 2016માં, 7 સૈન્ય ક્ષેત્રોને 5 થીએટર કમાંડોમાં પૂનર્ગઠિત કરાયુ હતું. 4 પીએલએના સામાન્ય વિભાગોને કેન્દ્રીય સૈન્ય આયોગ અંતર્ગત કામ કરનારા 15 કાર્યાત્મક અંગો દ્વારા પ્રતિસ્થાપિત કરાયુ હતું. તે માત્ર માળખાગત સુધારની શરુઆત હતી. જેમાં સેનાને સંયુક્ત આભિયાન ચલાવવા તેમજ અંતરિક્ષ, ઈલેક્ટ્રોનિક યુદ્વ અને સાયબર સ્પેશ સંચાલનમાં પોતાની ક્ષમતાઓ વધારી શકે.

પીએલએ દ્વારા યુદ્વના અનુભવનો અભાવ, જેને રાષ્ટ્રપતિ 'શાંતિ રોગ' તરીકે ઓળખાવે છે. પોતાની આધુનિક યુદ્વ સંચાલનની ક્ષમતા અંગે ચિંતાનો વિષય છે. પ્રશિક્ષણના માપદંડોમાં સુધાર કરવા માટે પાછલા વર્ષે પીએલએએ પ્રશિક્ષણ માટે નવી અને મૂલ્યવાન રૂપરેખા પ્રકાશિત કરી હતી. જે વાસ્તવીક અને સંયુક્ત તાલીમ ઉપર કેન્દ્રીત હતી. જો કે દુનિયાભરના શ્રેષ્ઠ સૈન્ય બળોનો સામનો કરવા માટે પીએલએએ લાંબી સફર કાપવાની છે. મહત્વની વાત એ છે કે, પીએલએ તેની કમજોરીઓનો સ્વીકાર કરે છે અને તેને દુર કરવાનો પ્રયાસો કરે છે.

ચીનના પોતાના રક્ષા ઓદ્યોગીક પરિસરો ખુબ જ પ્રભાવશાળી છે. દર વર્ષે ડિફેન્સ ન્યુઝ દુનિયાની 100 રક્ષા કંપનીઓની યાદી પ્રકાશિત કરે છે. ગયા વર્ષની યાદીમાં ચીનની એક પણ કંપનીનો સમાવેશ થયો ન હતો. પરંતુ, 2019માં ચીનની 6 કપંનીઓએ પહેલી 15 કંપનીઓની યાદીમાં પોતાનું સ્થાન જમાવ્યુ હતું. ચીને રક્ષા ઉપકરણના લગભગ બધા જ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા મેળવી લીધી છે. ચીન હવે વિશ્વ સ્તરની મિસાઈલો અને લેન્ડ સિસ્ટમના નિર્માણ ઉપર કામ કરી રહ્યુ છે. ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ સ્ટ્રેટિજીક સ્ટડીઝ પ્રમાણે 2014 અને 2018 વચ્ચે ચીન પાસે જર્મની, ભારત, સ્પેન, તાઈવાન, અને યુનાઈટેડ કિંગડમની નૌ સેનાઓની તુલનામાં સૌથી વધુ હથિયારો છે.

નવી યુદ્વ પ્રણાલી માટે પીએલએ એક વ્યાપક નાગરિક સૈન્ય એકીકરણ કાર્યક્રમ દ્વારા સમર્થીત છે. જે બેવડા ઉપયોગ અને ઉભરતી રક્ષા યુદ્વ પ્રોદ્યોગીકરણના વિકાસ અને રક્ષા તેમજ નાગરિક ઉદ્યોગના પ્રયાસોમના સમન્વય કરવા માગે છે. નાગરીકોને પણ અનિચ્છિત સમય માટે પ્રોત્સાહન અપાઈ છે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઈંટેલિંજીસના ઉપયોગ માચે કેન્દ્રીય સૈન્ય આયોગ વિજ્ઞાન અને પૌદ્યોગિકી આયોગ વચ્ચે ભાગીદારી કરાશે.

પીએલએની વધતી સૈન્ય તાકાત ચીનને મહાશક્તિ બનાવવાની દિશામાં છે. ચીનના ઉદય અને તેના અંતિમ સ્થાનની ભવિષ્યવાણી કરવી શક્ય નથી. પરંતુ બે વાત નક્કી છે કે, ચીનના ઉદયનો સીધો મુકાબલો સંયુક્ત રાજ્ય અમેરિકા સાથે થશે.

સંયુક્ત ચીફ ઑફ સ્ટાફના અધ્યક્ષ જનરલ જોસેફ ડનફોર્ડે કહ્યુ હતું કે, '2025 સુધી અમારા દેશ માટે ચીન સૌથી મોટો ખતરો છે.' આ સંભાવના અમેરિકાના ઘણા બધા અધિકારો દ્વારા વ્યક્ત કરાઈ છે. બીજી વાત એ નક્કી છે કે, ચીન અને અમેરિકા વચ્ચેની ખેંચા ખેંચ મુખ્યત્વે એશિયામાં ખેલાશે. તેમાં ભારત જેવા દેશને પોતાનો પક્ષ પસંદ કરવા મજબુર કરાશે.

'ધિ ટ્રેજેડી ઑફ ગ્રેટ પૉલિટિક્સ'

જૉન જે. મેયરસહાઈમરએ પોતાના પુસ્તક 'ધિ ટ્રેજેડી ઑફ ગ્રેટ પૉલિટિક્સ'માં ચીનના દિર્ઘકાલિક શાંતિપૂર્ણ ઉદયની સંભાવના વિશે લખ્યુ છે. ' સંક્ષેપમાં મારો તર્ક એ છે કે,જો ચીન આર્થિક રૂપથી વધુ મજબુત થશે તો તે એશિયા પર હાવી થવાનો પ્રયાસ કરશે. જે રીતે અમેરિકા પશ્ચિમ ગોળાર્ધ પર હાવી છે. જો કે, સંયુક્ત રાજ્ય અમેરિકા ચીનના ક્ષેત્રીય આધિપત્ય પ્રાપ્ત કરતા રોખવા માટે દરેક પ્રયાસો કરશે. ભારત જાપાન, સિંગાપુર, દક્ષિણ કોરિયા, રુસ અને વિયતનામ, બીજિંગ સહિતના મોટાભાગના પડોશીઓ, સંયુક્ત રાજ્ય અમેરિકા સાથે મળીને ચીન સામે લડવાનોનો પ્રયાસ કરશે. જેના કારણે યુદ્વની સંભાવનાઓ અનેક ગણી વધી જાય છે. જેથી ચીનના ઉદયને શાંત થવાની સંભાવના નથી.

મેયરસહાઈમરનું મૂલ્યાંકન સંપુર્ણ રીતે નથી થઈ શકતુ નથી. પરંતુ, પોતાની વધતી શક્તિના રૂપમાં ચીન આધિપત્ય માટે ભારતનું વલણ પણ મહત્વનું છે, જેના માટે સક્ષમ ભારતીય સેનાની આવશ્યકતા છે. જે આધુનિક યુદ્વ લડવા માટે સંગઠિત અને સુસજ્જ હોય. હાલમાં, સૈન્ય ઉપકરણોના દરેક ભાગનો સમાવેશ કરવા માટે ખુબ પ્રચાર થઈ રહ્યો છે. જેના કારણે ગંભીર નબળાઈઓ જાણી શકાતી નથી. જેમ સૈન્યબળમાં વ્યાપક સુધારાનો અભાવ અને સ્વદેશીકરણની મંદ ગતિ, સૈન્ય આધુનિકીકરણ માટે ચીનનો દ્રષ્ટિકોણ મદદરૂપ નિવડી શકે છે'

નોંધઃ આ લેખ સેવાનિવૃત જનરલ ડી એસ હુડ્ડાનો છે. તેઓએ 2016માં જમ્મુ કાશ્મીરના ઉરી હુમલામાં સર્જીકલ સ્ટ્રાઈકની કમાન સંભાળી હતી.

Last Updated : Oct 11, 2019, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details