હૈદરાબાદઃ વિશ્વને પોતાના ભરડામાં લઇ લેનાર કોવિડ-19 મહામારીએ – વિશ્વભરની સરકારો, સંગઠનો અને સમાજો અલ્પતમ જરૂરિયાત સાથે અથવા તો ભૌતિક સંપર્કમાં આવ્યા વિના કેવી રીતે કામ કરી શકે, તે અંગે આપણને પુનઃ વિચારતા કરી મૂકે છે. આજે, ડોક્ટરો, મેડિકલ સ્ટાફ, સ્થાનિક પોલીસ, ખાનગી સિક્યોરિટી ગાર્ડ્ઝ અને સફાઇ કામદારો દેશના ફ્રન્ટલાઇન વોરિયર્સ અને હીરો તરીકે ઊભરી આવ્યા છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, બિગ ડેટા, જીઆઇએસ અને મેપિંગ, લોકેશન ટેકનોલોજી તથા સ્વાયત્ત મશીનો જેવી ટેકનોલોજી કોવિડ-19 મહામારીનો સામનો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છએ.
જો કે, નરી આંખે જોઇ ન શકાતા આ અદ્રશ્ય શત્રુ સામેના યુદ્ધમાં ડ્રોને વહીવટી તંત્ર તથા લોકોને કોરોનાવાઇરસના વ્યાપને નિવારવા માટે જુદી-જુદી રીતે મદદ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. કોવિડ-19નો સામનો કરવા માટે ડ્રોનનો અસરકારક ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, તેના પર એક નજર નાંખીએ. કટોકટીના આ સમયગાળામાં ડ્રોન વપરાશમાં લેવામાં આવ્યા હોવાથી પોલીસ અધિકારીઓ તથા અન્ય સ્ટાફમાં સંક્રમિત થવાનું જોખમ ઘટી ગયું છે. કારણ કે, ડ્રોન ભૌતિક સંપર્કમાં આવ્યા વિના વિશાળ વિસ્તાર પર નજર રાખવાના કાર્યને શક્ય બનાવે છે. જોકે, મુખ્ય પ્રવાહના માધ્યમો તથા સોશ્યલ મીડીયાના પ્લેટફોર્મ્સ પર દેખરેખ રાખવા માટે ડ્રોનના વપરાશ સામે ગુપ્તતા અને વ્યક્તિગત હક્કો અંગે ખાસ્સી ચર્ચા છેડાઇ હતી.
ભારતમાં ડ્રોન ઉદ્યોગ
ભારતમાં ગીચ વિસ્તારોમાં ઓળખ તથા હેલ્થકેરના વ્યવસ્થાપન, વિશાળ વિસ્તારોને ડિસઇન્ફેક્ટન્ટ્સથી સેનિટાઇઝ કરવા, ટ્રાફિક પર દેખરેખ, લોકડાઉનનો ભંગ કરનાર લોકો પર દેખરેખ અને દેશમાં કોવિડ-19 સામેની લડતમાં સહાય પૂરી પાડવાની વાત આવે, ત્યારે ભારતમાં ડ્રોન અત્યંત જરૂરી અને મદદગાર ઉપકરણ તરીકે ઊભરી આવ્યાં છે.
1,000 કરતાં વધુ સભ્યો ધરાવતી ઉદ્યોગ સંસ્થા ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયા ખાતે પાર્ટનરશિપના ડિરેક્ટર સ્મિત શાહના જણાવ્યા પ્રમાણે, “ડ્રોન કેટલું સામર્થ્ય ધરાવે છે, તે મહામારીએ આપણને બતાવી દીધું છે. અગાઉ ડ્રોનની અવગણના કરવામાં આવતી હતી, કારણ કે તેમને સુરક્ષા અને ગુપ્તતા સામેનાં જોખમ તરીકે જોવામાં આવતાં હતાં. પણ હવે તેમની મહત્તા સર્વવિદિત છે.”
સ્મિત શાહના અંદાજ અનુસાર, ભારતમાં વર્તમાન સમયમાં વ્યાવસાયિક ક્ષેત્રે 50 ડ્રોન ઉત્પાદકો, 200 ડ્રોન સર્વિસ ઓર્ગેનાઇઝેશન્સ અને લગભગ 5,000 ડ્રોન પાઇલટ્સ કાર્યરત છે. ફિક્કી- અર્નેસ્ટ એન્ડ યંગ દ્વારા જુલાઇ, 2018માં પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલ મુજબ, ભારતીય ડ્રોન ઉદ્યોગ 2021 સુધીમાં 900 મિલિયન ડોલરના આંક પર પહોંચે તેવી અપેક્ષા છે, જ્યારે વૈશ્વિક બજાર 25 અબજ ડોલર થવાનો અંદાજ છે.
દેશમાં આશરે 2,00,000 રિક્રિએશનલ તથા કમર્શિયલ ડ્રોન અસ્તિત્વ ધરાવે છે, જેની કિંમત કદ અને કામગીરીના આધારે રૂ. 2,000 (2,600 ડોલર)થી લઇને રૂ. 20 મિલિયન (26,000 ડોલર) જેટલી છે. કોરોના મહામારી પહેલાં પૂરની સ્થિતિ પર દેખરેખ રાખવાથી માંડીને કેતરોમાં જંતુનાશકોનો છંટકાવ કરવા માટે, મચ્છરોનો નાશ કરવા માટે, વિન્ડ ટર્બાઇનની તપાસ કરવા માટે તથા ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે ડેટા સંપાદિત કરવા સહિતનાં વૈવિધ્યસભર કાર્યો માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવતો હતો.
મહારાષ્ટ્રમાં ડ્રોન
મહારાષ્ટ્રમાં સરકાર ભીડ ધરાવતાં સ્થળોમાં કન્ટેનમેન્ટ માટે પરંપરાગત (પોલીસ) પેટ્રોલિંગ પદ્ધતિઓ, ડ્રોન અને ડેટા વિશ્લેષણનો ઉપયોગ કરી રહી છે. ડ્રોન માર્ગો પરની ગતિવિધિ પર પણ નજર રાખી રહ્યાં છે અને જો કોઇપણ વિસ્તારમાં લોકો એકત્રિત થયા હોવાનું જોવા મળે, તો પોલીસ ટીમને કાર્યવાહી કરવા માટે મોકલવામાં આવે છે.
મુંબઇમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ લાગુ કરવુઃ DFI ખાતે ડિરેક્ટર ઓફ પાર્ટનરશિપ સ્મિત શાહ જણાવે છે કે, દેખરેખ એ ડ્રોન અત્યારે ભજવી શકે તેવી સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા છે. “ક્રાઉડ-સોર્સ્ડ સર્વિલન્સ મોડલને અનુસરતાં DFIએ મુંબઇમાં આશરે 50 ડ્રોન પાઇલટ્સની ઓળખ કરી છે. અમારી પાઇલટ્સની ટીમ શહેરના ભાગોનો સર્વે કરવા માટે અને લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરી રહ્યા છે કે કેમ તે તપાસવા માટે પોલીસ સાથે નિકટતાપૂર્વક કામ કરી રહી છે.” પાઇલટ્સ તેમનાં ઘરોની આસપાસ આશરે 500 મીટરના વિસ્તારમાં દિવસમાં થોડા કલાકો માટે તેમનાં ડ્રોન ઊડાવે છે અને લોકો એકઠા થવાની ગતિવિધિ પર નજર રાખે છે. ત્યાર બાદ સમય અને લોકેશનની વિગતો સાથે આ ફૂટેજને ડેશબોર્ડ પર અપલોડ કરવામાં આવે છે. મુંબઇ પોલીસ તેમના કન્ટ્રોલ રૂમમાંથી આ ફૂટેજ મેળવી શકે છે અને લોકોના જમાવડાને વિખેરવા માટે ટીમો મોકલે છે. ઘરેથી જ કામ કરતા આ પાઇલટ્સ ઉપરાંત સર્વિલન્સ ડ્રોન અને સ્પીકર ધરાવતાં ડ્રોન સાથે બે ઓન-ગ્રાઉન્ડ ટીમ તૈનાત હોય છે. તેઓ પેટ્રોલિંગ દરમિયાન પોલીસની સાથે રહે છે. એક વખત તેઓ તેમના ડ્રોન થકી ટોળું જુએ, ત્યાર બાદ તેઓ વોકી-ટોકી અથવા તો રેકોર્ડ કરાયેલા સંદેશ થકી ટોળાને વિખેરવા માટે હિંદી, મરાઠી કે ઊર્દૂમાં સંદેશો આપવા સ્પીકર ધરાવતા ડ્રોનને રવાના કરે છે.
તમિલનાડુમાં ડ્રોન
ચેન્નઇની ડ્રોન આર્મી કોરોનાવાઇરસ સામેની શહેરની લડતમાં જોડાઇ, રેડ ઝોનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ડ્રોનની અસરકારકતાથી પ્રેરાઇને તમિલનાડુ સરકારે અન્ના યુનિવર્સિટીને તમિલનાડુનાં શહેરો તથા અન્ય વિસ્તારોમાં વપરાશ માટે બીજાં 25 ડ્રોનનો પુરવઠો પૂરો પાડવા જણાવ્યું છે. આ નવી ટેકનોલોજી કામદારો પરન તોળાતું વાઇરસના સંપર્કમાં આવવાનું જોખમ ઘટાડવામાં પણ મદદરૂપ બનશે. નિયત યોજના અનુસાર, તમિલનાડુ સરકારની મંજૂરી સાથે, ડિસઇન્ફેક્ટન્ટનો છંટકાવ કરવા માટે પણ ડ્રોનની મદદ લેવાઇ હતી. તાજેતરના અહેવાલો પ્રમાણે, ચેન્નઇમાં સૌપ્રથમ રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલને ડિસઇન્ફેક્ટ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડ્રોનના વપરાશના સંદર્ભમાં ગરૂડા એરોસ્પેસે જણાવવ્યું હતું કે, તેમનાં ડ્રોન એક દિવસમાં 20 કિમીના વિસ્તારને આવરી લઇ શકે અને ભારે વજન વહન કરીને ઊડી શકે, તે રીતે તૈયાર કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ સેનિટાઇઝેશન અભિયાનમાં રાજ્યભરના માર્ગો, મેટ્રો તથા હોસ્પિટલોને સેનિટાઇઝ કરવા માટે 300 ડ્રોન અને 500 ડ્રોનને આવરી લેવામાં આવશે.
જમ્મુ અને કાશ્મીરમાં ડ્રોન