ગુજરાત

gujarat

ETV Bharat / bharat

QRSAMનું ભારતે બીજીવાર સફળ પરીક્ષણ કર્યું - રડાર ડેટા લિંક

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશને (DRDO) બીજીવાર જમીનથી હવામાં હુમલો કરતી QRSAM નું (ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ) સફળ પરીક્ષણ કર્યું છે. જે બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે DRDOના વૈજ્ઞાનિકોને શુભકામનાઓ પાઠવી હતી.

QRSAM System
QRSAM System

By

Published : Nov 18, 2020, 6:57 AM IST

  • QRSAMનું બીજીવાર સફળ પરીક્ષણ
  • QRSAM સિસ્ટમમાં સ્વદેશમાં વિકસિત ઉપકરણોનો ઉપયોગ કરાયો છે
  • DRDOના અધ્યક્ષ ડૉ. જી. સતીશ રેડ્ડીએ પાઠવી શુભકામના

ઓડિશા: ભારતે 4 દિવસની અંદર મંગળવારે બીજીવાર ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલે હવામાં રહેલા લક્ષ્યનું સચોટ નિશાન લઇ તેને નષ્ટ કરી દીધું હતું.

ઓડિશાના ચાંદીપુર સ્થિત ITRથી કરાયું પરીક્ષણ

સંરક્ષણ વિભાગના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલનું પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી (ITR) બપોરે 3 કલાક અને 42 મિનિટે કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં માનવરહિત હવાઇ લક્ષ્ય પર નિશાન સાધવામાં આવ્યું હતું. ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલનું પ્રથમ પરીક્ષણ 13 નવેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું.

રડાર ડેટા લિંકના માધ્યમથી સતત સૂચનો મોકલતું રહે છે

ITR દ્વારા આપેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, રડારને લક્ષ્યની જાણ દૂરથી જ મેળવી લીધી અને મિશન કોમ્પ્યટર દ્વારા સંચાલિત મિસાઇલ છોડ્યા સુધી તેના પર નજર રાખે છે. રડાર ડેટા લિંકના માધ્યમથી સતત સૂચનો મોકલતું રહે છે.

પરીક્ષણના ધોરણોમાં સંપૂર્ણરીતે ખરું ઉતર્યું

QRSAM સિસ્ટમમાં સ્વદેશમાં વિકસિત ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરીક્ષણના ધોરણોમાં સંપૂર્ણરીતે ખરું ઉતર્યું છે. આ પરીક્ષણ સેના અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આપી શુભકામના

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે QRSAMના સફળ પરીક્ષણ બાદ DRDOના વૈજ્ઞાનિકોને શુભકામનાઓ પાઠવી હતી. DRDOના અધ્યક્ષ ડૉ. જી. સતીશ રેડ્ડીએ બીજા સફળ પરીક્ષણ માટે QRSAM પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ લોકોને શુભકામનાઓ પાઠવી હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details