નવી દિલ્હી: દિલ્હી સરકારના લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલના ડોક્ટર અસીમ ગુપ્તાનું કોરોનાનાં કારણે મૃત્યુ થયું હતું. જેથી દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી. ડોક્ટર અસીમ કોરોના દર્દીઓની સેવા કરતા કરતા પોતે પણ સંક્રમિત થયા હતા. જેથી તેમનું મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુ પછી મુખ્યપ્રધાને તેના પરિવારને એક કરોડ રૂપિયા આપ્યા હતા. આપને જણાવી દઈએ કે, ડોક્ટર અસીમ 3 જૂનના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા.
કોરોનાથી મૃત્યુ પામનારા ડૉ. અસીમના પરિવારને દિલ્હીના સીએમ કેજરીવાલે એક કરોડનો ચેક અર્પણ કર્યો - ડોક્ટર અસીમ ગુપ્તા
દિલ્હીની લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલના ડોક્ટર અસીમ ગુપ્તા જે કોરોના દર્દીઓની સેવા કરતા પોતે પણ સંક્રમિત થયા હતા અને તેમનું કોરોનાથી મૃત્યુ થયું હતું.
ડૉ. અસીમનું કોરોના કારણે થયું મૃત્યું, કેજરીવાલે તેના પરિવારને આપ્યો એક કરોડનો ચેક
ડોક્ટર અસીમના પરિવારની મુલાકાત દરમિયાન કેજરીવાલે જણાવ્યું હતું કે, તેમની પત્નીને પણ કોરોના થયો હતો. પરંતુ અત્યારે તે હવે સ્વસ્થ છે દિલ્હી વાસીઓ તેમની સેવાને નમન કરે છે. કોરોના મહામારીમાં દિલ્હી સરકારે પહેલેથી જ એલાન કર્યુંં હતુ કે, કોઈપણ સરકારી કર્મચારીનું મૃત્યુ થાય તો દિલ્હી સરકાર તેના પરિવારને એક કરોડની સહાય આપશે.
Last Updated : Jul 3, 2020, 6:16 PM IST