ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજ્યસભામાં નિયમો તોડવા અંગે ડેપ્યુટી સ્પીકર હરીવંશે કહ્યું તથ્ય - ડેપ્યુટી સ્પીકર હરીવંશ

રાજ્યસભાના ઉપાધ્યક્ષએ જણાવ્યું હતું કે કૃષિ બિલ પ્રક્રિયા મુજબ પસાર કરવામાં આવ્યાં હતા. મત વિભાજનની માંગ વિપક્ષ દ્વારા સ્વીકારવામાં આવી નહોતી. તેમણે કહ્યું કે નિયમો અને વ્યવહાર મુજબ મતોનું વિભાજન માંગવું જોઇએ. રાજ્યસભામાં 20 સપ્ટેમ્બરના રોજ વિપક્ષના ભારે વિરોધ વચ્ચે મત દ્વારા ત્રણ કૃષિ બિલ પસાર કરવામાં આવ્યા હતા.

Rajyasabha
Rajyasabha

By

Published : Sep 28, 2020, 9:31 AM IST

નવી દિલ્હીઃ રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર હરીવંશે તેમનું વલણ પુનરાવર્તિત કર્યું કે 20 સપ્ટેમ્બરના રોજ પ્રક્રિયા મુજબ કૃષિ બિલ પસાર કરવામાં આવ્યા હતા અને હંગામાના કારણે ગૃહમાં કોઈ વ્યવસ્થા ન હોવાથી વિપક્ષ દ્વારા મતોના વિભાજનની માંગ સ્વીકારવામાં આવી નહોતી.

આ અંગેના એક મીડિયા રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા હરિવંશે જણાવ્યું કે ' નીતિ અને નિયમોઅનુસાર, મત વિભાજન માટે બે વસ્તુઓ આવશ્યક છે. પહેલી, મત વિભાજનની માંગ કરવી જોઈએ અને સામે એટલું જ મહત્વનું છે કે સંસદ ભવન વ્યવસ્થિત રીતે ચાલતું હોવું જોઈએ.'

રાજ્યસભામાં 20 સપ્ટેમ્બરે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે કૃષિ બિલોને પસાર કરવામાં આવ્યાં હતાં. હવે આ બિલ પર રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર પણ કરી દીધા છે.

ABOUT THE AUTHOR

...view details