બેંગલુરૂ : કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, મેં કર્ણાટક કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. જેમાં મધ્યપ્રદેશના કોંગ્રેસ ધારાસભ્યોથી મળવાની અનુમતિની માગ કરી છે. જે હાલ બેંગલુરૂમાં છે અને જ્યાં સુધી આ ધારાસભ્યોને મળવા નહી દે ત્યાં સુધી ઉપવાસ પર રહેવાનો નિર્ણય કર્યો છે. જેને કોર્ટે નકાર્યો છે.
મધ્ય પ્રદેશમાં રાજકીય ખેંચતાણ અટકવાનું નામ જ નથી લેતી. રાજ્યપાલ તરફથી બે વાર આદેશ મળ્યા બાદ પણ ફ્લોર ટેસ્ટથી ઈનકાર કરનાર કોંગ્રેસ હવે બળવાખોર ધારાસભ્યોને મનાવવાનો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસથી બળવાખોર થયેલા સિંધિયા ગ્રૂપના 22 ધારાસભ્યો 10 દિવસથી બેંગલુરુમાં છે. બુધવારે સવારે પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહ કોંગ્રેસ નેતાઓ સાથે બેંગલુરુ પહોંચ્યા હતા, પરંતુ કર્ણાટક પોલીસે તેમને બહાર જ રોકી લીધા હતા. ત્યારબાદ કોંગ્રેસ નેતાઓએ રસ્તા પર બેસીને ધરણાં કર્યા હતા. જેના પગલે પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.