લ્યો બોલો! ડુંગળીના ભાવ વધતાં PM શેખ હસીનાએ ખાવાની જ બંધ કરી દીધી! - PM શેખ હસીના
નવી દિલ્હી: ડુંગળીના ભાવ આસમાને છે. તેની પીડા ફક્ત ભારતને જ નથી, પણ પાડોશી દેશો પણ મુશ્કેલીમાં મુકાયા છે. તેમની સૌથી મોટી મુશ્કેલીએ ભારતે જ્યારે ડુંગળીની નિકાસ બંધ કરી ત્યારે સર્જાઈ. શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશમાં લોકો ડુંગળી માટે વલખાં મારી રહ્યાં છે, ત્યારે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ તો ડુંગળીનો ત્યાગ કર્યો હોવાનો ભારતમાં આવી જાહેરમાં એકરાર કર્યો છે. તેમજ નિકાસ બંધ કરતા સર્જાયેલી તારાજી અંગે પણ વાત કરી હતી.
બાંગ્લાદેશના PM શેખ હસીના
દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના સંબોધનને અધવચ્ચે જ મૂકીને ડુંગળીની અછતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અમારે ડુંગળી માટે મુશ્કેલી ઉભી થઈ છે. ભારતે નિકાસ બંધ કર્યા પછી તો બાંગ્લાદેશમાં ડુંગળીની વધુ તારાજી સર્જાઈ છે. તેમણે હળવા અંદાજમાં કહ્યું હતુ કે મને ખબર નથી કે તમે અચાનક કેમ ડુંગળી બંધ કરી દીધી? મેં પણ રસોઈયાને કહી દીધુ કે હવેથી ભોજનમાં ડુંગળી બંધ કરો. તેઓ આટલું બોલ્યાં કે ત્યાં હાજર લોકો હસવા લાગ્યાં હતાં.