નવી દિલ્હી: કોંગ્રેસે બુધવારે કહ્યું કે, નાણાંપ્રધાન નિર્મલા સીતારામણે ઘણાં મૂડીવાદીઓને 68 હજાર કરોડ રૂપિયાથી વધુનાં દેવાં લખીને લગતા અહેવાલમાં દેશને ભટકાવવાની જગ્યાએ સત્ય કહેવું જોઈએ.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, દેશને ભટકવાને બદલે નિર્મલા સીતારમનજીએ સત્ય કહેવું જોઈએ, કારણ કે આ રાજધર્મની કસોટી છે. મોદી સરકારે 2014-15થી 2019-20 વચ્ચે સાડા પાંચ વર્ષમાં ડિફોલ્ટરોને 6,66,000 કરોડ રૂપિયાની લોન કેમ આપી.
પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટિ્વટ કર્યું હતું કે, દેશ ભટકવવાને બદલે નિર્મલા સીતારમનજીએ સત્ય કહેવું જોઈએ, કારણ કે આ રાજધર્મની કસોટી છે. મોદી સરકારે 2014-15થી 2019-20 વચ્ચે સાડા પાંચ વર્ષમાં ડિફોલ્ટરોની 6,66,000 કરોડ રૂપિયાની લોન કેમ આપી?
હકીકતમાં, કોંગ્રેસનો દાવો છે કે 24 એપ્રિલના રોજ, આરટીઆઈના જવાબમાં રિઝર્વ બેન્કે એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો હતો અને 50 સૌથી મોટા બેન્ક કૌભાંડોના 68,607 કરોડ રૂપિયા માફ કરવાની વાત સ્વીકારી હતી. જેમાં ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી અને નીરવ મોદીના નામ સામેલ છે.