ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સીઆઇઆઇએ સભ્ય કંપનીઓને કહ્યુ, કર્મચારીઓને છુટા ન કરો

સીઆઇઆઇના પ્રમુખ વિક્રમ કિર્લોસ્કરે કહ્યુ છે કે અમે અમારી સભ્ય કંપનીઓને વિનંતી કરી છે કે તેઓ તેમના સ્ટાફ પોતાની સાથે રાખે અને છુટા ન કરે. તેમજ શક્ય હોય ત્યાં સુધી તેમને જરૂરી નાની સેવા પુરી પાડીને સંભાળ રાખવા પણ કહ્યુ છે.

ETV BHARAT
સીઆઇઆઇએ સભ્ય કંપનીઓને કહ્યુ, કર્મચારીઓને છુટા ન કરો

By

Published : Mar 20, 2020, 12:52 PM IST

નવી દિલ્હીઃ વિવિધ ઉદ્યોગોનું સંગઠન ધરાવતા સીઆઇઆઇના પ્રમુખ વિક્રમ કિર્લોસકરે સીઆઇઆઇની સભ્ય કંપનીઓને કહ્યુ છે કે હાલ વૈશ્વિક સ્તરે કોરોના વાયરસ ફાટી નીકળ્યો છે ત્યારે સ્થિતિમાં કર્મચારીઓને છુટા ન કરવા અને તેમની નોકરી સલામત રાખવી.

વિક્રમ કિર્લોસકરે કરેલી આ માંગણીથી એક ચિંતાજનક વાત સામે આવી છે કે હાલ વૈશ્વિક રીતે ચાલી રહેલા કોરોના વાયરસના પ્રકોપને કારણે કંપનીઓની પ્રોડક્ટની વેચાણ પર અને તેમજ અન્ય પ્રતિબંધોને કારણે કંપનીઓ તેમના કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરી શકે છે.

કિર્લોસ્કરે કહ્યુ હતુ કે હાલ પડકારજનક સમય ચાલી રહ્યો છે ત્યારે ઉદ્યોગોએ તમામ લોનની ચુકવણી પર વધુ મુદ્દત માંગી છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને નાણાંકીય પ્રવાહિતા વધારવા તેમજ વ્યાજ દરોમાં ઘટાડો કરવા માટે પણ વિનંતી કરી છે.

કિર્લોસ્કરે પીટીઆઇને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ છે કે તેમણે તેમના સંગઠનની સભ્ય કંપનીઓને રજુઆત કરી છે કે તેમના સ્ટાફને છુટા ન કરે તેમજ આ વિકટ સ્થિતિમાં તેમની નાની નાની બાબતોમાં ખાસ ધ્યાન પણ રાખે.

ધ કન્ફેરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડ્રસ્ટ્રીઝ (સીઆઇઆઇ)માં 2019 સુધી 9325 જેટલી કંપનીઓ સભ્ય તરીકે નોંધાયેલી હતી.

અન્ય ઉદ્યોગો સાથે એરલાઇન ઉદ્યોગને સૌથી વધારે અસર થઇ છે . ગો એર દ્વારા ધણા કર્મચારીઓને રોટેશનલ આધારે વગર પગારે રજા પર જવા જણાવવામાં આવ્યુ છે અને કેટલાંક પાયલોટોની સેવાઓ પણ બંધ કરી છે.

દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ પગાર ઘટાડાની ઘોષણા કરી છે અને દેવા નીચે દબાયેલી એર ઇન્ડિયા પણ આ પ્રકારનું પગલુ ભરવા અંગે વિચારણા કરી રહી છેતેમણે કહ્યુ કે દુનિયાના બાકીના દેશો સાથે સરખામણી કરુ, મને લાગે છે કે ભારતની સરકારે ખુબ જ સારુ કામ કર્યુ છે. જો કે તેમણે સુચન કર્યુ કે ભારત સરકારે અર્થતંત્રને ટેકો આરવા માટે કઇક વધુ નકકર કરવુ જોઇએ..

કારણ કે કોરોના વાયરસને કારણે નિકાસને મોટા ફટકો પડ્યો છે અને તેની અસર આયાત પર પણ થઇ છે.

કોરોના વાયરસ ફાટી નીકળતા સમગ્ર વિશ્વમાં નકારાત્મક અસર થઇ છે, એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સે બુધવારે કહ્યુ હતુ કે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર મંદીમાં સપડાયુ છે. ત્યારે ભારત સહિતના દેશોમાં વિકાસમાં મોટો ઘટાડો નોંધાશે.

ઉદ્યોગો સરકાર પાસે શુ માંગણી કરી રહ્યા છે? તેના જવાબમાં કિર્લોસ્કરે વિગતે જણાવ્યુ કે અમે સરકારને લોનની ચુકવણી પર સ્થગિતતા કરવા જેવી મદદ કરવા માટે વિનતી કરી છે. આ ઉપરાંત, કેન્દ્ર અને રાજ્ય સરકારે અતિ લધુ, લધુ અને મધ્યમ ઉદ્યોગો માટેની બાકી ચુકવણીનો ખુબ ઝડપથી નિકાલ લાવવો જોઇએ.

ABOUT THE AUTHOR

...view details