ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બળવાખોરોને છોડો, કોરોના પર ધ્યાન કેન્દ્રિત કરોઃ યેદિયુરપ્પાને શાહની સલાહ - BJP

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કર્ણાટકના મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પા સાથે ફોન પર વાત કરી હતી. આ સમય દરમિયાન શાહે યેદિયુરપ્પાને કોરોના પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. ઉપરાંત, બંને નેતાઓએ રાજ્યના રાજકારણની ચર્ચા કરી હતી.

dont-bother-about-rebel-mlas-amit-shah-to-karnataka-cm
બળવાખોરોને છોડો, કોરોના પર ધ્યાન કેન્દ્રિત કરોઃ યેદિયુરપ્પાને શાહની સલાહ

By

Published : May 30, 2020, 6:48 PM IST

બેંગ્લુરુઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કર્ણાટકના મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પા સાથે ફોન પર વાત કરી હતી. આ સમય દરમિયાન શાહે યેદિયુરપ્પાને કોરોના પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. ઉપરાંત, બંને નેતાઓએ રાજ્યના રાજકારણની ચર્ચા કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર શાહે ગઈ કાલ રાત્રે 9 વાગ્યે ફોન દ્વારા યેદિયુરપ્પાનો સંપર્ક કર્યો હતો. તેમણે યેદિયુરપ્પાને કોરોનાને કાબૂમાં રાખવા અને અન્ય કંઈપણની ચિંતા ન કરવા સૂચન કર્યું. તેમણે કહ્યું, "પાર્ટી રાજ્યમાં પાર્ટીના સભ્યો અને બળવાખોર ધારાસભ્યોની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી છે."

ABOUT THE AUTHOR

...view details