ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમારે રામમંદિર માટે ઓનલાઈન દાન કરવું છે તો આવી રીતે કરો, મંદિર ટ્રસ્ટે જાહેર કર્યો QR કોડ

ભગવાન રામના જન્મસ્થળ પર ભવ્ય રામમંદિર નિર્માણ માટે દાતાઓ QR કોડ સ્કેન કરી અને ટ્રસ્ટના ખાતામાં સીધા દાન કરી શકશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પોતાના બેન્ક એકાઉન્ટ સંબધિત ઓનલાઇન ચુકવણી માટે QR કોડને સાવર્જનિક કરવામાં આવ્યો છે. તેમજ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે લોકોને રામ મંદિર માટે ચાંદી અને સોના આપવાને બદલે પૈસા દાન માટે અપીલ કરી છે.

ayodhya
અયોધ્યા રામ મંદિર

By

Published : Aug 12, 2020, 12:51 PM IST

અયોધ્યા: શ્રી રામ જન્મભૂમિ પર રામ મંદિરના ભૂમિપૂજન બાદ હવે ટ્રસ્ટ વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય રામ મંદિર સમર્થક સંગઠનો મંદિરના નિર્માણ માટે ભંડોળ એકઠું કરી રહ્યાં છે. દાનની રકમ સીધા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખાતામાં ટ્રાન્સફર કરવા અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે ટ્રસ્ટે તેમના બંને ખાતાઓને સાર્વજનિક કર્યા પછી ઓનલાઇન ચુકવણી માટે ક્યૂઆર કોડ બહાર પાડ્યો છે.

ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે લોકોને રામ મંદિર માટે ચાંદી અને સોના આપવાને બદલે પૈસા દાન માટે અપીલ કરી છે.

આ અંગે ટ્રસ્ટ વતી કહેવામાં આવ્યું છે કે, ઓનલાઈન પેમેન્ટ દ્વારા આ કોડ સ્કેન કરી શકાય છે અને દાન કરેલી રકમ ટ્રસ્ટ ખાતામાં જમા કરાવી શકાય છે. તમને જણાવી દઈએ કે, ટ્રસ્ટ દ્વારા રામમંદિર નિર્માણ માટે મોટી સંખ્યામાં સોના-ચાંદીની શિલાઓ પ્રાપ્ત થઈ છે. રામલલ્લાના મંદિરમાં ટ્રસ્ટ દ્વારા મોટા પ્રમાણમાં સોના અને ચાંદીના દાન માટે ઉપયોગમાં લેવા અંગેની મૂંઝવણ વ્યક્ત કરી છે.

અયોધ્યા રામ મંદિર માટે દાતા ઓનલાઇન દાન કરી શકશે, ટ્રસ્ટે જારી કર્યો ક્યૂઆર કોડ

આ અંગે ચંપત રાયે કહ્યું છે કે, રામ મંદિરના નિર્માણ માટે પૈસાની જરૂર છે. મંદિર સોના-ચાંદીથી નહીં બને. જેથી રામ મંદિર સમર્થકોએ ટ્રસ્ટ ખાતામાં પૈસા દાન કરવા જોઈએ. રામ મંદિર ટ્રસ્ટે પોતાના બચત ખાતા નંબર -39161495808 અને ચાલુ ખાતા સંખ્યા-39161498809 જાહેર કરી દીધા છે. ટ્રસ્ટનું આ ખાતું બેન્ક ઓફ ઇન્ડિયાની અયોધ્યા શાખામાં છે. જેની શાખા કોડ -02510 છે. જ્યારે IFSC કોડ - SBIN0002510 છે.

હવે ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન ચૂકવણી માટે ક્યૂઆર કોડ જાહેર કરવામાં આવ્યો છે. દાતા તેમના ઓનલાઇન પેમેન્ટ ફોન, ગૂગલ પે વગેરે દ્વારા સ્કેન કરીને સીધા ટ્રસ્ટ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details