ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશમાં પ્રથમવાર શરૂ થશે ગધેડીના દૂધની ડેરી, 1 લિટરનો ભાવ 7 હજાર રૂપિયા - નાના બાળકોને ગધેડાનુ દુધ પિવડાવવાથી એલર્જી નથી થતી

દેશમાં પહેલી વાર એવું થવા જઇ રહ્યું છે જે તમને વિચારતા કરી દેશે. આજ સુધી તમે ગાય, ભેસ અથવા બકરીના દૂધની ડેરી વિશે સાંભળ્યું હશે, પરંતુ બહુ જલદી ગધેડીના દૂધની ડેરી ખુલવા જઈ રહી છે. જેના એક લીટર દુધની કિંમત 7000 રુપિયા સુધીની હશે.

હિસારમાં ખુલશે ગધેડાના દુધની ડેરી, 1 લીટર દુધ રૂપિયા 7000માં વહેેચાશે..
હિસારમાં ખુલશે ગધેડાના દુધની ડેરી, 1 લીટર દુધ રૂપિયા 7000માં વહેેચાશે..

By

Published : Aug 23, 2020, 8:11 PM IST

હિસારઃ દેશમાં પહેલી વાર એવું થવા જઇ રહ્યું છે જે તમને વિચારતા કરી દેશે. આજ સુધી તમે ગાય, ભેસ અથવા બકરીના દૂધની ડેરી વિશે સાંભળ્યું હશે, પરંતુ બહુ જલદી ગધેડીના દૂધની ડેરી ખુલવા જઈ રહી છે. જેના એક લીટર દુધની કિંમત 7000 રુપિયા સુધીની હશે.

તમે ગાય, ભેસ, બકરી અને ઉંટના દૂધનું વેંચાણ કરતી ડેરી જોઇ હશે. પરંતુ દેશમાં પહેલી એવી ડેરી બનવા જઈ રહી છે જે ગધેડીના દૂધનું વેંચાણ કરશે. સૈથી સારી વાત એ છે કે, ગધેડીનું દુધ શરીરની ઈમ્યૂનિટી સિસ્ટમ વધારવા મહત્વનું બની રહેશે.

દેશમાં પહેલી વાર રાષ્ટ્રિય અશ્વ અનુસંધાન કેન્દ્ર, NRCE હિસારમાં હાલારી જાતીના ગધેડીના દૂધની ડેરીની શરૂઆત થશે. ગધેડાની જાતી ગુજરાતમાં સૈથી વધુ જોવા મળે છે. તેનું દૂધ દવાઓ બનાવવામાં ઉપયોગી છે. હાલારના ગધેડાની જાતીના દૂધમાં, જાડાપણુ, એલર્જી જેવા રોગ સામે લડવીની શક્તિ હોય છે. સાથે જ ઈમ્યુનિટી સિસ્ટમ સુધારવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે.

સાત હજાર રૂપિયામાં વેંચાશે 1 લિટર દુધ

આ ડેરીની શરૂઆત જલદી જ કરવામાં આવશે. ગુજરાતમાં હલારી જાતીના ગધેડાનું દૂધ ઔષધિયો માટેનો ખજાનો માનવામાં આવે છે. તે બજારમાં 2 હજારથી લઇને 7 હજાર રૂપિયા પ્રતિ લિટર સુધીમાં વેંચાય છે. તેમાથી બ્યુટી પ્રોડક્ટ પણ બનાવવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details