ગુજરાત

gujarat

રક્તદાન કરો અને વિનામૂલ્યે સ્વાદિષ્ટ બિરયાનીનો આનંદ માણો, જાણો આ જોરદાર ઓફર વિશે

By

Published : Feb 22, 2020, 2:13 PM IST

કર્ણાટકના મેંગ્લુરુ શહેરના એક હોટલ માલિકે રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે અલગ પ્રયાસ કર્યો છે. રક્તદાન અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે હોટલ માલિક વિનામૂલ્યે બિરયાની આપે છે.

Donate blood relish biryani free of cost
રક્તદાન કરો,સ્વાદિષ્ટ બિરયાનીનો આનંદ માણો

મેંગ્લુરુ/કર્ણાટકઃ શહેરના એક હોટલ માલિકે રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે અનોખો પ્રયાસ કર્યો છે. હોટલ માલિક અબ્દુલ્લા લોકોને વિનામૂલ્યે સ્વાદિષ્ટ બિરયાની આપે છે, પરંતુ તેના માટે એક નેક કામ કરવું પડશે. બિરયાનીનો સ્વાદ ચાખવા KMC હૉસ્પિટલમાં રક્તદાન કરવું પડશે. રક્તદાતાને બિરયાનીનો આનંદ માણવા માટે કાર્ડ બતાવવું પડશે. જે હૉસ્પિટલ તરફથી આપવામાં આવ્યું હશે. આ કાર્ડ રક્તદાન કર્યાનો પુરાવો છે.

રક્તદાન કરો,સ્વાદિષ્ટ બિરયાનીનો આનંદ માણો

એક વખત હોટલમાં વિદ્યાર્થી આવ્યો હતો, ત્યારે એક દર્દીને લોહીની જરુર હતી, એ કપરા સમયમાં વિદ્યાર્થીએ રક્તદાન કર્યું હતું. વિદ્યાર્થીના આ નેક કામથી પ્રભાવિત થઈને હોટલના માલિક અબ્દુલ્લાએ તેને વિના મૂલ્યે બિરયાની આપી. એ દિવસથી અબ્દુલ્લા, એ લોકોને વિના મૂલ્યે બિરયાની આપે છે જેઓ KMC હૉસ્પિટલમાં રક્તદાન કરે છે.

અબ્દુલ્લા દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરે છે. જ્યારે આ બજારવાદના સમયમાં હોટલના માલિકો અને ઉદ્યાગપતિની પ્રાથમિકતા નફો હોય છે, ત્યારે અબ્દુલ્લા જેવા માણસો પણ છે, જે રક્તદાન દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવી રહ્યાં છે. શહેરના લોકો દ્વારા અબ્દુલ્લાના નેક કામની પ્રશંસા થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details