ડોનાલ્ડ ટ્રમ્પ કહ્યુ કે, જો તેમને લાગે કે, કાશ્મીર મામલે કોઈએ મધ્યસ્થતા કરવી જોઈએ. તો તે કરી શકે છે. આ મામલે મે પાકિસ્તાન અને ભારત બંન્ને સાથે વાત કરી છે. પાકિસ્તાન અને ભારત બંન્ને દેશો સાથે વાત કરી છે. ડોનાલ્ડ ટ્રંપે કહ્યુ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે આ લડાઈ લાંબા સમયથી ચાલી રહી છે.
થોડા દિવસો પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ દોવો કર્યો કે, જેના પર વિવાદ થયો હતો. ડોનાલ્ડ ટ્રંપનું કહેવુ છે કે, વડાપ્રધાન મોદીએ તેમની સાથે કાશ્મીર મધ્યસ્થતા મામલે વાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન પર ભારતમાં ખુબ વિવાદ થયો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનને ભારતે ઈનકાર કર્યો હતો. વિદેશ પ્રધાન એસ.જયશંકરે સંસદના બંન્ને સદનમાં દાવો કર્યો હતો કે, વડાપ્રધાન મોદીએ કાશ્મીર મામલે ક્યારેપણ મધ્યસ્થતાની વાત કરી નથી. આ મુદા પર ભારતનું એક જ વલણ છે. દ્રિપક્ષીય મામલો છે. વાતચીત ત્યારે થશે જ્યારે પાકિસ્તાન આંતકવાદનો નાશ કરે. માત્ર ભારત જ નહી પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ આ નિવેદન પર અમેરિકામાં પણ હંગામો થયો છે. અમેરિકી મીડિયાના કેટલાક સાંસદોએ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનની અલોચના કરી હતી.
કેટલાક સાંસદોએ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનની ભારતના એમ્બેસેડરની પણ માફી માંગી હતી. વ્હાઈટ હાઉસે પણ ખુલાસો કર્યો હતો કે, કાશ્મીર મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય મામલો છે. આ મામલે મધ્યસ્થતા થવી જોઈએ કે, નહી એ બંન્ને દેશો પર છે.