ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તાજ નિહાળ્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ બોલ્યા, Thank You India - આગરામાં ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે પરિવાર સાથે તાજમહેલને નિહાળ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેની પત્ની મેલાનિયા ટ્રમ્પે તાજમહેલમાં ફોટા પણ પડાવ્યા હતા. ત્યારબાદ તેમણે વિઝિટર બૂકમાં સંદેશા સાથે લખ્યું Thank You India.

ETV BHARAT
ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પ

By

Published : Feb 24, 2020, 9:13 PM IST

Updated : Feb 24, 2020, 10:29 PM IST

આગરા: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પરિવાર સાથે તાજમહેલ નિહાળ્યો હતો. આ દરમિયાન ટ્રમ્પની સાથે પત્ની મેલાનિયા, દિકરી ઈવાંકા અને જમાઈ જેરેડ પણ હાજર રહ્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પનું લખાણ

ડોનાલ્ડ ટ્રમ્પ તાજમહેલ જોનારા અમેરિકાના ત્રીજા રાષ્ટ્રપતિ છે. તાજની ખૂબસૂરતી જોઈને ટ્રમ્પ અને મેલાનિયા મંત્રમુગ્ધ થઇ ગયા હતા. ટ્રમ્પે વિઝિટર બૂકમાં લખ્યું કે, 'તાજમહેલ અમને પ્રેરણા આપે છે. આ ભારતની સંસ્કૃતિની વિભિન્નતા અને સંપન્નતાનો શાનદાર વારસો છે. Thank You India.'

ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પ

ટ્રમ્પે કરાવી ફોટાગ્રાફી

ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પે તાજમહેલમાં ફોટાગ્રાફી પણ કરાવી હતી. ટ્રમ્પ અને મેલાનિયાએ ડાયના સીટ પાસે સેન્ટ્રલ ટેન્ક પર ફોટોગ્રાફી કરાવી હતી, પરંતુ તે સીટ પર બેઠા નહોતા.

દિકરીએ પણ નિહાળ્યો તાજ

ડોનાલ્ડ ટ્રમ્પ અને તેની પત્ની મેલાનિયાએ તાજમહેલ સ્થિત મુમતાજ અને શાહજહાંની કબર જોઈ હતી. ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પની દિકરી ઈવાંકા અને જમાઈ જેરેડ કુશનરે પણ તાજમહેલ નિહાળ્યો હતો.

Last Updated : Feb 24, 2020, 10:29 PM IST

ABOUT THE AUTHOR

...view details