અમેરિકી પ્રમુખ 24 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવશે. તેમના પ્રવાસથી ભારતને આશા હતી કે, બંને દેશોમાં વ્યાપાર સમજૂતી થશે. એક ન્યૂઝ એજન્સીને ટ્રમ્પે કહ્યું કે, હાલ ભારત સાથે ટ્રેડ ડીલ ન કરી શકીએ. આ વિશે પછી વિચારીશ.
ભારત સાથે અત્યારે ટ્રેડ ડીલ નહીં થાય: અમેરિકી પ્રમુખ ટ્રમ્પ - મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અમેરિકાની વચ્ચે ટ્રેડ ડીલની સંભાવનાને નકારી નાખી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, PM મોદીને ખુબ પંસદ કરું છું, પરંતુ અત્યારે ટ્રેડ ડીલ ન કરી શકાય અને તેની પર વિચાર કરીશ.
અમેરિકી
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, કોઇ મોટી ટ્રેડ ડીલ અમેરિકાની ચૂંટણી પહેલા થઇ શકશે કે નહીં, પરંતુ આગળ નાની વ્યાપારિક સમજૂતી થઇ શકે છે. ટ્રમ્પે આ જાણાકારી પત્રકારોને આપી હતી. ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવશે. અમદાવાદમાં ડોનાલ્ડ PM મોદી સાથે વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે.