ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટ્રમ્પ પરિવાર આજે સાંજે વૉશિગ્ટનથી ભારત આવવા થશે રવાના - નવી દિલ્હી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ, પુત્રી ઈવાન્કા અને જમાઈ જેરેડ કુશ્નરના આગમનની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. આજે સાંજે વૉશિંગ્ટનથી ટ્રમ્પ પરિવાર ભારત આવવા રવાના થશે.

vfv
fvf

By

Published : Feb 23, 2020, 1:00 PM IST

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ, પુત્રી ઈવાન્કા અને જમાઈ જેરેડ કુશ્નર સાથે ભારતના પ્રવાસ પર આવી રહ્યાં છે. ભારત આવવા માટે ટ્રમ્પ પરિવાર આજે અમેરિકાથી રવાના થશે.

  • ટ્રમ્પ પરિવાર આજે સાંજે વોશિંગ્ટનથી 19:30 કલાકે ભારત આવવા રવાના થશે. આ દરમિયાન જર્મનીના રાઇનલેન્ડ-પેલેટીનેટ ખાતે સ્ટોપઓવર થશે, ત્યાર બાદ જર્મનીથી સવારે 4:25 કલાકે ભારતમાં અમદાવાદ આવવા રવાના થશે.
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પરિવાર અને એક પ્રધાન પ્રતિનિધિમંડળ સાથે લગભગ 36 કલાકનું અંતર કાપ્યા બાદ ભારત પહોંચશે. ડોનાલ્ડ ટ્રમ્પનું વિમાન દિલ્હીના બદલે સીધુ અમદાવાદમાં જ લેન્ડ થશે.
  • ગુજરાત પ્રવાસ દરમિયાન ટ્રમ્પ રોડ શો કરશે અને મોટેરા સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદી સાથે જનતાનું સંબોધન કરશે. આમ, 24 ફેબ્રુઆરીનો દિવસ ટ્રમ્પ પરિવાર ગુજરાતીઓ વચ્ચે વિતાવશે.
  • 25 ફેબ્રુઆરી એટલે મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની, પુત્રી અને જમાઈ સાથે આગ્રામાં તાજમહેલની ઝાંખી કરશે.
  • ટ્રમ્પ પરિવારનું દિલ્હીમાં ભવ્ય સ્વાગત થશે અને તેઓ રાજઘાટની મુલાકાત લેશે. બપોરે ટ્રમ્પ પ્રતિનિધિ મંડળની વાતચીતમાં ભાગ લેશે અને સંરક્ષણ ક્ષેત્રે કરાર પર હસ્તાક્ષર અંગે ચર્ચા વિચારણા કરશે.
  • પ્રતિનિધિ મંડળની વાતચીતમાં ભાગ લીધા બાદ યુએસ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને વિદેશપ્રધાન એસ જયશંકરને મળશે. છેલ્લે રાષ્ટ્રપતિ ભવન ખાતે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે ભોજન કરશે.

ABOUT THE AUTHOR

...view details