નવી દિલ્હીઃ રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે, લૉકડાઉન દરમિયાન મહિલાઓની સાથે ઘરેલૂ હિંસાના કેસમાં સતત વધારો થયો છે. તેમણે જણાવ્યું કે, 24 માર્ચથી પહેલી એપ્રિલની વચ્ચે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યો, પોર્ટલ, ઇમેલ અને અન્ય માધ્યમોથી 69 ફરિયાદ દાખલ કરી છે.
લૉકડાઉન દરમિયાન ઘરેલૂ હિંસાના કેસમાં વધારોઃ મહિલા આયોગ
રાષ્ટ્રીય મહિલા આયોગે કહ્યું કે, લૉકડાઉન દરમિયાન મહિલાઓની સાથે ઘરેલૂ હિંસામાં વૃદ્ધિ થઇ છે. જાણો સમગ્ર માહિતી...
રેખા શર્માએ કહ્યું કે, દુનિયાભરમાં કોરોના મહામારી ફેલાઇ છે. મહિલાઓને અમુક લોકો ઘરેથી બહાર વસ્તુઓ લેવા માટે મોકલે છે, જ્યારે તે ના પાડે છે તો તેને મારવામાં આવે છે. લૉકડાઉન દરમિયાન મહિલાઓ બેગણા ભયનો સામનો કરી રહી છે. બહાર જાય તો કોરોનાનો ડર અને ઘર પર નશો કરનારા પરીજનોનો ડર.
તમને જણાવીએ તો કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે વડાપ્રધાન મોદીએ 23 માર્ચે 21 દિવસના દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી હતી. ભારતમાં કોરોના વાઇરસથી 1900થી વધુ લોકો સંક્રમિત છે તો આ મહામારીથી 50થી વધુ લોકોના મોત થયા છે.