ન્યૂઝડેસ્ક : વિશ્વભરના વૈજ્ઞાનિકો અને સંશોધકો નવા વાઇરસ પર પ્રયોગો કરી રહ્યા છે. તેમાંના કેટલાકનો મત છે કે હવામાનની વાઇરસના ફેલાવા પર અસર હોઈ શકે છે. કેટલાકે આ મતનો વિરોધ કર્યો છે. પરંતુ તમામ વૈજ્ઞાનિકોએ એક બાબતે સંમતિ દાખવી છે. તે એ કે એનકૉવ (નવો કોરોના વાઇરસ) પ્રમાણમાં નવો વાઇરસ છે અને આપણે તેની ઢબ વિશે આગાહી કરી શકીએ તેમ નથી. આથી તેમણે લોકોને જરૂરી સાવધાની રાખવા અનુરોધ કર્યો છે કારણકે વાઇરસ ઊંચા તાપમાનમાં નબળા પડે છે તે સાબિત કરવા પૂરતા આંકડાકીય પુરાવાઓ નથી. વિશ્વમાં ઉષ્ણ કટિબંધના ૧૦૦ પ્રદેશો છે જેમાં ભારતનાં અમુક રાજ્યોનો પણ સમાવેશ થાય છે. અન્ય રાષ્ટ્રોની સરખામીએ આ પ્રદેશોમાં ચેપ ચાર ટકા ઓછો છે. અહીં એમ કહેવાનો હેતુ નથી કે ઉષ્ણ કટિબંધ પ્રદેશોમાં વાઇરસ પ્રવર્તમાન નથી પરંતુ ગરમ હવામાનનની ફેલાવા પર અસર હોઈ શકે છે.
સામાન્ય રીતે વાઇરસ અલ૯-અલગ દેશોમાં અલગ-અલગ રીતે રૂપ બદલે છે. કૉવિડ-૧૯ના બનાવ પહેલાં પણ કેટલાક કોરોના વાઇરસ પ્રકાશમાં આવી ચૂક્યા છે. ૨૦૦૩નો સાર્સ વાઇરસ નવા કોરોના વાઇરસ સાથએ ગાઢ સામ્યતા ધરાવે છે. કેટલાક વૈજ્ઞાનિકોએ આગાહી કરી છે કે આ નવો કોરોના વાઇરસ તેના સમકક્ષ સાર્સની જેમ ગરમ તાપવમાનમાં પ્રવર્તમાન ન પણ હોઈ શકે. એ તો પહેલાં સાબિત થઈ ચૂક્યું છે કે ઇન્ફ્લ્યુએન્ઝા ગરમ અને ભેજવાળા હવામાનમાં ઓછો પ્રવર્તમાન હોય છે. કૉવિડ-૧૯નો કેસ હજુ સાબહિત થયો નથી પરંતુ કેટલાક માને છે કે ઉત્તરીય ગોળાર્ધમાં અનેક દેશોમાં મધ્યમ ચેપ જોવા મળશે. એમઆઈટીના સંશોધકોનો અભ્યાસ કરે છે કે કૉવિડ-૧૯નો ફેલાવો ભેજવાળા પ્રદેશોમાં ઘણો ઓછો છે. હાર્વર્ડના સેન્ટર ફૉર કમ્યૂનિકેબલ ડિસીઝ ડાયનેમિક્સના નિર્દેશક માર્ક લિપશિત્ચે પણ આવો જ અભિપ્રાય આપ્યો છે.
મેલબૉર્ન યુનિવર્સિટીના મોનાશ યુનિવર્સિટી ખાતે રેસ્પિરેટરી મેડિસિનના પ્રાધ્યાપક ટોમ કૉટ્સિમ્બોસે કહ્યું કે વિવિધ કારણો વાઇરસના ફેલાવા પર અસર કરી શકે છે. તેમણએ કહ્યું કે આપણે નવા કોરોના વાઇરસ વિશે ઘણું ઓછું જાણીએ છીએ, તેથી તેના પથની આગાહી કરવી વધુ પડતી વહેલી છે. ઑસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી ખાતે નેશનલ સેન્ટર ફૉર એડિડેમિયૉલૉજી એન્ડ પબ્લિક હૅલ્થના ડૉ. મેરુ શીલે કહ્યું કે તાપમાન કોરોના વાઇરસના ફેલાવા પર અસર કરે છે તેના કોઈ સ્પષ્ટ પુરાવા નથી. ઇન્ફ્લુએન્ઝા પ્રશાંત ટાપુઓના ઉષ્ણકટિબંધના કેટલાક પ્રદેશોમાં ઋતુગત ફેલાય છે. સ્પેનના નેશનલ મ્યુઝિયિમ ઑફ નેચરલ સાયન્સીસે જણાવ્યું કે વાઇરસ માનવ શરીરની બહાર કેટલા લાંબા સમય સુધી ટકે છે તેમાં હવામાન મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મેરિલેન્ડ યુનિવર્સિટી દ્વારા એક અભ્યાસમાં જણાયું કે વાઇરસનો પ્રકોપ જ્યાં પાંચ ડિગ્રીથી ૧૧ ડિગ્રી સે. સુધીનું તાપમાન હતું તેવાં શહેરોમાં વધુ પ્રવર્તમાન હતો. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ કહે છે કે એશિયામાં કૉવિડ-૧૯ના ફેલાવામાં હવામાને મહત્ત્વની ભૂમિકા ભજવી નથી.