લખનઉઃ ઉત્તર પ્રદેશમાં સ્થાનિક તબીબી સેવા મંડળ દેશમાં તબીબો સાથે થઈ રેહલી હિંસાના વિરોધમાં બુધવારે કેન્ડલ લાઈટ કરી અને ગુરૂવારે કાળી પટ્ટી બાંધી વિરોધ કરશે, પરંતુ આ વિરોધ દરમિયાન તે કામનો બહિષ્કાર કરશે નહીં.
આને કહેવાય માનવાતાઃ મેડિકલ સ્ટાફ પર હિંસા મુદ્દે તબીબો કામ ચાલુ રાખી કાળી પટ્ટીથી વિરોધ કરશે - ડોક્ટર્સ વિરોધ ડોકર્ટસ હિંસા
ઉત્તરપ્રદેશમાં સ્થાનિક તબીબી સેવા મંડળ દેશમાં તબીબો સાથે થઈ રેહલી હિંસાના વિરોધમાં બુધવારે કેન્ડલ લાઈટ કરી અને ગુરૂવારે કાળી પટ્ટી બાંધી વિરોધ કરશે, પરંતુ આ વિરોધ દરમિયાન તે કામનો બહિષ્કાર કરશે નહીં.
![આને કહેવાય માનવાતાઃ મેડિકલ સ્ટાફ પર હિંસા મુદ્દે તબીબો કામ ચાલુ રાખી કાળી પટ્ટીથી વિરોધ કરશે Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6888233-471-6888233-1587493609623.jpg)
યુપી પ્રાંતીય તબીબી સેવાઓ મંડળના સેક્રેટરી અમિતસિંહે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતીય મેડિકલ એસોસિએશને ડૉકટર્સ વિરુદ્ધ થતી હિંસા અને અત્યાચારની નોંધ લઈ દેશભરમાં વ્હાઇટ એર્લ્ટ અને કાળા દિવસની ઉજવણી કરવાનો આહ્વાન આપ્યો છે. જેથી દેશના તમામ ડોકટર્સ 22 એપ્રિલે રાતે 9 વાગ્યે સફેદ એપ્રોન પહેરીને મીણબત્તી પ્રગટાવતાં કડક કેન્દ્રીય કાયદો (વટહુકમ) બનાવવા સરકારને વિનંતી કરશે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે, 23 એપ્રિલે દેશમાં તબીબો સાથે થઈ રહેલી હિંસાના વિરોધમાં બ્લેક ડે મનાવી દેશભરના તમામ તબીબો કાળી પટ્ટી બાંધી વિરોધ કરશે, પરંતુ આ વિરોધ દરમિયાન તબીબો કામનો બહિષ્કાર કરશે નહીં.