બંગાળમાં વધી રહેલી હિંસાને કારણે રાજ્યમાં ઘણા ડૉક્ટરોએ રાજીનામું આપી દીધુ છે. કોર્ટે મમતાને પૂછ્યું છે કે, તેમણે ડૉક્ટરોને બચાવવા માટે કયા પગલાં લીધાં છે. 70 ડૉક્ટરોએ તબીબી શિક્ષણ અને વહીવટી સચિવને પોતાના રાજીનામું સોંપ્યું છે. બીજી તરફ આ વાતને લઈ કોલકાતા સ્થિત આરજીકર મૅડિકલ કોલેજના 16 ડૉકટરો અને બંગાળ મૅડિકલ કૉલેજ અને હૉસ્પિટલ દાર્જિલિંગના 2 ડૉક્ટરોએ પોતાનું રાજીનામું આપી દીધું છે. અત્યાર સુધીમાં 70 ડૉક્ટરોએ રાજીનામું આપી દીધા છે.
70થી વધુ ડૉક્ટરોએ આપ્યા રાજીનામા, 17 જૂને સમગ્ર દેશના ડૉક્ટરો હડતાળ પર ઉતરશે - Mamata benrjy
કોલકાતાઃ પશ્વિમ બંગાળમાં ડૉક્ટર વિરુદ્ધ થયેલી હિંસાના વિરોધમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ડૉક્ટરોનું વિરોધ પ્રદર્શન જાહેર છે. ડૉક્ટરોની હડતાળની વચ્ચે હાઈકોર્ટે આ મામલો વાતચીતના માધ્યમથી ઉકેલવા જણાવ્યું છે. ત્યાં ઈંડિયન મૅડિકલ એસોસિએશને આદેશ આપ્યો છે કે, 17 જૂને દેશભરના ડૉક્ટરો હડતાલ પર ઉતરશે. જો કે, આપાતકાલિન સેવાઓ ચાલુ રહેશો.
ડૉક્ટરો હડતાળ પર
જે ડૉક્ટરોએ રાજીનામું આપ્યું છે તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં તેઓ કામ કરવા માટે અસક્ષમ હોવાથી રાજીનામું આપી દીધું છે. આ બાધા જ ડૉક્ટરોએ પશ્ચિમ બંગાળના ડૉક્ટરો સાથે થયેલી હિંસાની વિરોધમાં રાજીનામા આપ્યા છે.