ચેન્નઇ(તમિલનાડુ): ડો.થીરૂવેંગડમ વીરારાઘવનનું રવિવારના રોજ નિધન થયું છે, તે ચેન્નઇના રહેવાસી હતા. ડો.થીરૂવેંગડમ વીરારાધવનની ઉંમર 70 વર્ષની હતી. તેમને લોકો 2 રૂપિયા વાળા ડોક્ટર તરીકે જાણતા હતા. કારણ કે તેઓ સારવાર કરવાના 2 રૂપિયા જ લેતા હતા. જો કે બાદમાં તેમને પોતાની સારવાર કરવાની ફીસ વધારીને 5 રૂપિયા કરી હતી.
જો કે ડોક્ટર 2 રૂપિયામાં સારવાર કરતા હોવાથી સારવાર કરવા આવતા દર્દીઓએ તેમને દબાવ દઇને ફિસમાં વધારો કરવાનું કહેતા તેમને પોતાની ફિસ વધારીને 5 રૂપિયા કરી હતી.
ડો.થીરૂવેંગડમ વીરારાધવન દર્દીઓની 1973થી સેવા કરતા આવ્યા છે.
ડો. થીરૂવેંગડમ વીરારાધવન પર માર્સલ નામની ફિલ્મ બની છે. આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર વિજયે અભિનય કર્યો છે. ફિલ્મ આવ્યા બાદ તેમની લોકો પ્રત્યેની સેવા સમાચારોમાં આવવા લાગી હતી. ડો.થીરૂવેંગડમ વીરારાધવન સ્થાનિક લોકો અને ડોક્ટરોએ તેમને પોતાની ફિસ 100 રૂપિયા કરવાની સલાહ આપી હતી, જે બાદ ડો. થીરૂવેંગડમ વીરારાધવનએ દર્દીઓ પાસેથી 5 રૂપિયા ફિસ લેવાનું કહ્યું હતું.
તેમની પત્નિ સરસ્વતી રેલવે અધિકારી હતી, જો કે હવે તે નિવૃત થઇ ચુક્યા છે. વીરારાધવનના બન્ને દીકરા ડોક્ટર છે. તમિલનાડુમાં 2015માં આવેલા પુરએ ડો. થીરૂવેંગડમ વીરારાઘવન પાસે રહેલી દરેક વસ્તુ પુરમાં તણાઇ ગઇ હતી, તે બાદ પણ તેમને પોતાની સેવા ચાલુ રાખી હતી.