પશ્ચિમ બંગાળમાં જુનિયર ડૉકટરોએ ના પાડી હતી અને મુખ્યપ્રધાનના આદેશને પણ અવગણી અને આંદોલનને વધુ વેગ આપ્યો હતો, સાથે જ આંદોલન યથાવત રાખ્યું હતું.
આ સમગ્ર ધટનામાં જવાબદાર અધિકારીઓએ રાજીનામા પણ આપ્યા છે.
વિપક્ષે દીદી પર આકરા પ્રહાર કર્યા છે અને ભાજપા તેના પર 'હિટલર' ની જેમ કામ કરાવી રહી છે તેવા આક્ષેપો કર્યા હતા.
જ્યારે મુખ્યપ્રધાન બપોરે સરકારી હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ડોક્ટરોએ ન્યાય માટેના સ્લોગન શરૂ કર્યા હતા.
તેઓએ કહ્યું કે, હું આંદોલનને વખોળું છું, કારણ કે આ આંદોલન માકપા અને ભાજપાના ષડયંત્રથી થયુ છે.
આ ઉપરાંત દીદીએ ડોક્ટરોને 4 કલાકમાં કામ પર પરત ફરવાનુ જણાવ્યું હતું. જો ત્યાર બાદ પણ તે આંદોલન ચાલુ રાખશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી પર તેને છાત્રાલયો ખાલી કરવી પડશે.
માગ પુરી ન થાય ત્યાં સુધી પ્રદર્શન યથાવત: જુનિયર ડોક્ટર દીદીના આ આદેશને ધ્યાનમાં લીધા વગર જ ડોક્ટરોએ તેમની હડતાળ ચાલુ રાખી હતી.
આ સમગ્ર આંદોલનના પડઘા રાજધાની સુધી પડયા હતા. જ્યાં પણ કેટલીક હોસ્પિટલોએ પોતાની કામગીરી બંધ રાખી હતી અને કેટલાક ડોક્ટરોએ કામગીરી સમયે માથા પર કાળી પટ્ટી ધારણ કરી અને કામગીરી કરી હતી.
મળતી માહિતી મુજબ આ આંદોલન વધુ ઉગ્ર બન્યુ છે અને તેમાં દિલ્હી સહીત હૈદરાબાદ,રાજસ્થાન, કેરળ પંજાબ, બિહાર, મધ્યપ્રદેશના ડોક્ટરોએ પણ સમર્થન આપ્યુ હતું. આ સમગ્ર વિરોધ પ્રદર્શન વચ્ચે હૈદરાબાદના ડોક્ટરોએ રેલી કાઢી હતી.
દિલ્હીમાં AIIMSના ડોક્ટરોએ નવા દર્દીઓના રજીસ્ટ્રેશન પણ બંધ કરી દીધુ છે. જેને લઇને દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.