હાઇકોર્ટે રેલી વિરૂદ્ધ અરજીઓની સુનાવણી સમયે રવિવારે રાત્રે અંતિમ આદેશ આપ્યો હતો. આ પહેલા તમિલનાડુ સરકારના વકીલે કોર્ટને જણાવ્યું હતુ કે, પોલીસે રેલીની પરવાનગી આપી નથી. કારણ કે આ રેલીના આયોજકો સંપતિને નુકસાની થવા અને હિંસાની સ્થિતીની જવાબદારી લેવા માટે આગળ આવ્યા નથી.
નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ DMKની રેલી, જાણો મદ્રાસ હાઇકોર્ટનો શું છે આદેશ - હાઇકોર્ટ
તમિલનાડુ: મદ્રાસ હાઇકોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે, DMK (દ્રવિડ઼ મુન્નેત્ર કડ઼ગમ) જો પરવાનગી વિના CAA વિરૂદ્ધ રેલી કરે તો તેનો વીડિયો DMK પાર્ટી બનાવશે.

નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ DAMની રેલી
નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ DAMની રેલી
જજ વૈદ્યનાથન અને જજ પી.ટી.આશાની બેંચે રેલી રોકવાથી મનાઇ ફરમાવી હતી અને કહ્યું કે, લોકશાહી દેશમાં શાંતિપૂર્ણ પ્રદર્શન રોકવામાં આવતું નથી કારણ કે તે લોકશાહીનો આધાર છે.
રેલીને લઇને મદ્રાસ કોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે આ રેલીનો વિડીયો બનાવે અને શક્ય હોય તો તેમા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરે. જેથી કરીને કોઇ હિંસા થાય તો તેમ જવાબદારો સામે પગલા ભરી શકાય.