ચેન્નાઈ: ડીએમકેના ધારાસભ્ય જે. અનબઝગન કોરોના પોઝિટિવ આવ્યા પછી તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમની તબિયત સુધરી હતી, પરંતુ હોસ્પિટલે તેમની હાલત ખૂબ ગંભીર ગણાવી છે.
કોરોના પોઝિટિવ DMK ધારાસભ્ય અનબઝગનની હાલત ગંભીર
હોસ્પિટલના સુત્રોના જણાવ્યા અનુસાર, ડીએમકેના ધારાસભ્ય જે. અનબઝગનની હાલત ગંભીર છે. ગત મંગળવારે ધારાસભ્યને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જેથી પરીક્ષણ બાદ તેઓ કોરોના પોઝિટિવ મળી આવ્યાં હતાં.
ડૉક્ટર મોહમ્મદ રૈલાએ કહ્યું કે, 61 વર્ષીય ધારાસભ્યની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે, પરંતુ સોમવારે તેમની તબિયત ફરી કથળી હતી. સોમવાર સાંજથી તેમની તબિયતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેની ઓક્સિજનની જરૂરિયાત ફરી એકવાર વધી છે, જેના કારણે તેમનું હૃદયનું કાર્ય પણ કથળી રહ્યું છે. તેમના બ્લડ પ્રેશરને સામાન્ય બનાવવા માટે દવાઓની જરૂર પડી રહી છે.
હોસ્પિટલના સીઇઓ ડૉ. ઇલનકુમારન કાલીમૂર્તિએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હાલ ધારાસભ્યની જૂની કિડનીની બિમારી પણ કથળી રહી છે, હાલમાં તેમની હાલત નાજુક છે. હોસ્પિટલે જણાવ્યું હતું કે, ગયા મંગળવારે ધારાસભ્યએ શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તે કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. 3 જૂને વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યાં હતાં. તેમની હાલત વધુ બગડી ત્યારે તેને વેન્ટિલેટરમાંથી ધીરે ધીરે હટાવવામાં આવી રહ્યાં છે.