ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડુ: DMKના ધારાસભ્યનું જન્મદિવસના દિવસે જ કોરોનાથી નિધન - nationalnews

તમિલનાડુમાં DMKના ધારાસભ્ય જે. અનબજગનનું નિધન થયું છે. ઉલ્લેખનિય છે કે, અનબજગનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

DMK MLA  J Anbazhagan
DMK MLA J Anbazhagan

By

Published : Jun 10, 2020, 9:36 AM IST

Updated : Jun 10, 2020, 10:21 AM IST

ચેન્નઈ: તમિલનાડુમાં DMKના ધારાસભ્ય જે. અનબજગનનું નિધન થયું છે. ઉલ્લેખનિય છે કે, અનબજગનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અનબજગનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે તેમનું નિધન થયું છે. હોસ્પિટલના સુત્રો અનુસાર મંગલવારથી જ અનબજગની તબિયત ગંભીર હતી.

DMKના 61 વર્ષીય ધારાસભ્યના જે. અનબજગનની તબિયત થરાબ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે ધારાસભ્ય અનબજગનનો 62મો જન્મદિવસ છે. મહત્વનું છે કે, જન્મદિવસના દિવસે જ કોરોનાને કારણે તેમનું નિધન થયું છે.

Last Updated : Jun 10, 2020, 10:21 AM IST

ABOUT THE AUTHOR

...view details