દરભંગા: ગુરુગ્રામથી દરભંગા બીમાર પિતાને સાયકલ પર લાવનાર બહાદુર પુત્રી જ્યોતિનું ગામ આજે આખી દુનિયામાં પ્રખ્યાત થયું છે. ચારે તરફ જ્યોતિની પ્રશંસા થઈ રહી છે. આજે જ્યોતિ પર ભેટોની વરસાદ થઇ રહી છે. આ બધાની વચ્ચે જ્યોતિના ગામથી થોડા કિલોમીટર દૂર ટેક્ટાર ગામના દિવ્યાંગ જલાલુદ્દીનના સપના હજી પણ તેની નજરમાં છે, ક્યારે આ સપના હકીકત બનશે તેની રાહ જોઇ રહ્યા છે.
દિવ્યાંગ જલાલુદ્દીન કે જેનો પગ ફક્ત 6 વર્ષની ઉંમરે ટ્રેન સાથે અથડાતાં તેને એક પગ ગુમાવવો પડ્યો હતો. આમ થવા છતાં, તેમણે હિંમત ગુમાવી નહીં અને સાયકલ ચલાવવાની પ્રેક્ટિસ ચાલુ રાખી.
વર્ષ 2016 માં લખનઉમાં યોજાયેલી રેસમાં, જલાલુદ્દીન સતત 12 કલાક સાયકલ ચલાવતા હતા. આ દરમિયાન તેણે 300 કિલોમીટર સાયકલ ચલાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે યુપીના તત્કાલીન કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ચૌધરીએ તેમને ઈનામ પણ આપ્યું હતું.