દિવ્યા સ્પંદનાએ ટ્વીટ કરીને કહ્યું કે, મોદીના 3માંથી એક સમર્થક એટલા જ મૂર્ખ છે, જેટલા બાકી બંને છે. તેમણે ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું કે, મેરે પસંદીદા! ક્યાં વે પૂજ્યનીય હૈ? આ ટ્વીટ બાદ દિવ્યા સ્પંદના મોદી સમર્થકોના નિશાને આવી ગઈ છે. યુઝર્સે દિવ્યાને ટ્રોલ કરી આડે હાથ લીધી હતી.
દિવ્યા સ્પંદનાએ મોદી સમર્થકોને ગણાવ્યા મૂર્ખ, થઈ ટ્રોલ - congress
નવી દિલ્હી: કોંગ્રેસની સોશિયલ મીડિયા હેડ દિવ્યા સ્પંદનાએ એક મીમ ટ્વીટ કર્યું છે. દિવ્યાએ પોતાના ટ્વીટમાં PM મોદી અને સમર્થકો પર નિશાન સાધ્યું છે. દિવ્યાએ લખ્યું કે, મોદી સમર્થકો મૂર્ખ છે.
સ્પોટ ફોટો
ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી રહેલી દિવ્યા સ્પંદનાએ આ પહેલા PM મોદી પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. અગાઉ સ્પંદનાએ મોદી પર અભદ્ર ટિપ્પણી કરી હતી. જેથી એક કેસ પણ દાખલ થઈ ચૂક્યો છે. દિવ્યા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ખાસ ગણાવમાં આવે છે.