ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોવિડ-19ને કારણે આરોગ્યની અનેક સેવાઓ ઠપ થતાં આગામી સમયમાં HIVથી લાખો લોકોના મોતની શક્યતા: WHO

WHO દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોવિડ-19ના રોગચાળા દરમિયાન HIVની ઘટનાઓને વધતી રોકવા અને HIV સંબંધિત મોતના આંકને રોકવા HIV ને રોકવા અને તેની સારવારની સેવાઓ ચાલુ રહે તે બાબત સુનિશ્ચિત કરવા તાકીદના પ્રયાસોની જરૂર છે.

By

Published : May 16, 2020, 7:18 PM IST

thousands of additional deaths from HIV
કોવિડ-19 સંબંધિત સેવાઓમાં ખલેલ પડતા HIV થી વધારાના હજારો મોત થઇ શકે છેઃWHO

હૈદરાબાદઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને UNAID દ્વારા મોડેલિંગ ગ્રૂપની બોલાવેલી બેઠકમાં એવો અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો કે કોવિડ-19ના રોગચાળા દરમિયાન પૂરવઠા અને આરોગ્ય સેવાઓમાં જે ખલેલ પડી છે તેને ઓછી કરવાના જો પ્રયાસો નહીં કરવામાં આવે તો એન્ટિવાયરલ સારવારમાં છ મહિનાની ખલેલથી એઇડ્સ સંબંધિત વિવિધ રોગથી વધારાના 5 લાખ મોત થઇ શકે છે.

આફ્રિકામાં એઇડ્સ સંબંધિત બિમારીઓથી થયેલા પાંચ લાખ લોકોના મોતનું ભયાનક દૃષ્ટાંત એ સૂચવે છે કે જાણે આપણે ઇતિહાસમાં પારોઠનાં પગલાં ભરી રહ્યા છે એમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ડો.ટેડરોસ અધાનોમ ગેબરેયેસસે કહ્યું હતું. મહત્વની આરોગ્યસેવાઓને જાળવી રાખવા તમામ દેશો માટે આ એક ચેતવણી સ્વરૂપ ઇશારો છે એમ આપણે આ ઘટનાને જોવી જોઇએ.

HIV માટે ઘણા દેશો કેટલાય મહત્વના પગલાં લઇ રહ્યા છે. દૃષ્ટાંત તરીકે લોકો વિવિધ સારવાર મેળવી શકે, તથા તેઓ ડ્રોપ ઓફ પોઇન્ટ પરથી સેલ્ફ ટેસ્ટિંગ કિટ સહિતની અન્ય મહત્વની ચીજવસ્તુઓ મેળવી શકે તે બાબત સુનિશ્ચિત કરવી જોઇએ જેથી આરોગ્યના ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ ઉપર અને આરોગ્ય સેવાઓ ઉપર વધારાનો બોજો ઘટશે. અને જે દેશોને ટેસ્ટ અને સારવારની જરૂર છે ત્યાં આ વસ્તોનો વેશ્વિક પુરવઠાનો પ્રવાહ ચાલુ રહે તે બાબત પણ આપણે સુનિશ્ચિત કરવી પડશે એમ ડો. ટેડરોસે કહ્યું હતું.

આફ્રિકાના સહરાના રણની આસપાસ આવેલા દેશોમાં 2.57 કરોડ લોકો HIV સાથે જીવી રહ્યા છે અને 2018ની સાલમાં 1.64 કરોડ લોકો (64 ટકા)એ એન્ટિવાઇરલની સારવાર લીધી હતી. કોવિડ-19ના રોગચાળાની સારવારને ટેકો આપવા સપ્ર્ધાત્મક જરૂરિયાતના પગલે જે સેવાઓ ખોરવાઇ ગઇ છે, અથવા તો પૂરવઠાની સાંકળમાં પડેલી ખલેલના પગલે કે HIVની સારવારની સેવાઓ બંધ કરાઇ હોવાથી અથવા તો એન્ટિવાઇરલ સારવાર પૂરી પાડવામાં અક્ષમતા ઉભી થવાના પગલે આ લોકો ઉપર જોખમ વધી ગયું છે કેમ કે તેઓની સારવાર તદ્દન ખોરવાઇ ગઇ છે એમ ડો. ટેડરોસે કહ્યું હતું.

તેમણે વધુમાં વિસ્તારપૂર્વક સમજાવ્યું હતું કે માતા દ્વારા બાળકને HIVનો ચેપ લાગતો રોકવા અત્યાર સુધીમાં જે કાંઇ સફળતા હાંસલ થઇ શકી છે તે આરોગ્ય સેવામાં પડેલી ખલેલના પગલે વિફળ થઇ શકે છે. આફ્રિકાના સહરાના રણની આસપાસ આવેલા દેશોમાં માતા અને બાળક માટે ઉચ્ચ કક્ષાની HIV સેવાઓ આપવાના કારણે 2000ની સાલથી બાળકોમાં HIV નો ચેપ લાગવાના આંકડામાં 43 ટકાનો ઘટાડો નોંધાયો છે કેમ કે 2010ની સાલમાં તે આંક 2,50,000 નો હતો જે 2018માં ઘટીને 1,40,000 નોંધાયો હતો. કોવિડ-19ના કારણે જો આ સેવાઓમાં છ મહિના માટે કાપ મૂકવામાં આવશે તો બાળકોમાં HIV નો ચેપ લાગવાની ઘટડાઓમાં ધરખમ વધારો થઇ શકે તેમ છે તદઅનુસાર મોઝામ્બિકમાં 37 ટકા, મલાવીમાં 78 ટકા, ઝિમ્બાબ્વેમાં 78 ટકા અને યુગાન્ડામાં 104 ટકા કેસોમાં વધારો થઇ શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details