પટનાઃ કોરોના લડવૈયાઓના સન્માનમાં સૈનિકોએ રાજધાની પટનામાં હેલિકોપ્ટરથી કોરોના વોરિયર્સ પર ફૂલોની પુષ્પવર્ષા કરી હતી, પરંતુ નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલના કેમ્પસમાં હાજર કોરોના યોદ્ધાઓમાં નિરાશા જોવા મળી હતી. એવું બન્યું હતું કે, નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલથી બે કિલોમીટર દૂર નાલંદા મેડિકલ કોલેજના પરિસરમાં હેલિકોપ્ટર દ્વારા ફૂલોનો વરસાદ થયો હતો.
પટનામાં સેના દ્વારા કરાયેલી પુષ્પવર્ષાથી કોરોના વોરિર્યસ નાખુશ, જાણો કારણ
કોરોના વાઈરસની મહામારીમાં વધતાં રોગચાળાને અટકાવવાં ઢાલ બની લોકોના જીવ બચાવતાં ડોકટર્સ, સ્વાસ્થ્યકર્મી, પોલીસકર્મી અને સુરક્ષાકર્મી પોતાના જીવની ચિંતા કર્યા વગર કામ કરી રહ્યાં છે. તેથી તેમના સન્માનમાં સેના દ્વારા હેલિકોપ્ટર અને વિમાનથી પુષ્પવર્ષા કરવામાં આવી રહી છે, પણ પાટણમાં કોરોના વોરિયર્સ નારાજ થયાં હતાં.
Doctors
નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલ નજીક હેલિકોપ્ટર પહોંચતા લોકોએ શુભેચ્છા પાઠવી હતી, પરંતુ હેલિકોપ્ટર પહેલા જ હોસ્પિટલથી બે કિલોમીટર દૂર પરિસર હતું ત્યાં ફુલોનો વરસાદ કર્યો હતો. આ કારણ સર હેલિકોપ્ટર ખરેખર જગ્યા પર પુષ્પવર્ષા કરી શક્યુ નહતું. તેથી હોસ્પિટલના આરોગ્ય કાર્યકર સહિત સ્વચ્છતા કર્મચારીઓ અને પોલીસ પ્રશાસનમાં નિરાશા જોવા મળી હતી, પરંતુ તેમ છતાં સેના તરફથી કોરોના વોરિયર્સને સન્માન આપવાના ભાવનાને કારમે માયુસી સાથે સાથે ચહેરા પર ખુશી દેખાડી હતી.