હૈદરાબાદમાં ડૉકટર 'દિશા'ને આખરે ન્યાય મળ્યો છે. હૈદરાબાદ ગેન્ગરેપમાં સૌથી મોટી કાર્યવાહી, ગેન્ગરેપના ચારેય આરોપીઓ ઠાર, પોલીના જણાવ્યા અનુસાર ચારેય આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.આ મામલાનો દેશભરમાં ઉગ્ર વિરોધ થતા પોલીસ હરકતમાં આવી અને ચારેય આરોપીઓને પકડી પાડ્યા હતા. પરંતુ આરોપી ભાગવાનો પ્રયાસ કરતા તેલંગણા પોલીસે ચારેય આરોપીને ઠાર માર્યા હતા.
હૈદરાબાદ દુષ્કર્મ કેસઃ ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર - Justice Done
હૈદરાબાદઃ શહેરમાં સામુહિક દુષ્કર્મમાં સૌથી મોટી કાર્યવાહી, આ ચારેય આરોપીઓ ઠાર, પોલીના જણાવ્યા અનુસાર ચારેય આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
આ એન્કાઉન્ટર અંગે સૈયરાબાદ પોલીસ કમિશ્નર V C સજ્જાનરે સત્તાવાર પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે, આરોપી મોહમ્મદ આરીફ, નવિન, શિવા અને ચેન્કેશુવુલુ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. આજે સવારે 3 થી 6 કલાકની વચ્ચે ચેતનપલ્લી, શાદનગર નજીક તેમનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. જે બાદ પોલીસ કમિશ્નર પણ પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આ ઘટના બાદ ભારતમાં હૈદરાબાદ પોલીસ ટ્વીટર ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે. ટ્વીટર પર ટોપ-5માં હૈદરાબાદ એન્કાઉન્ટર સહિતના હેશટેગ્સ ટ્રેન્ડ કરી રહ્યા છે. જેમાં #Saho sajjanar, #Sabash sajjnar પણ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. કારણ કે, પોલીસ કમિશ્નર સજ્જાનરે બે એન્કાઉટરમાં સામેલ હતા. પહેલા એસિડ એટેકની ઘટનામાં તેમણે એન્કાઉન્ટર કર્યું હતું જ્યારે તેઓ વરંગલમાં ફરજ બજાવી રહ્યા હતા.