ગુજરાત

gujarat

By

Published : Jun 10, 2020, 12:55 PM IST

ETV Bharat / bharat

ચીનની પીછે હટ માત્ર દેખાવ, વિવાદનું કોઈ નક્કર સમાધાન નહીં

6 જૂને, ભારત અને ચીન વચ્ચેના તાજેતરની ગતિવિધિયો અંગે ચર્ચા કરવા લશ્કરી કક્ષાની બેઠક મળી હતી. જો કે, ચીન દ્વારા પીછે હટ માત્ર દેખાવનું પગલું હોઈ શકે કારણ કે, આ વિવાદનું કોઈ નક્કર સમાધાન આવવાનું જણાતું નથી. વરિષ્ઠ પત્રકાર સંજીવ કુમાર બરુઆનો આ વિશેષ અહેવાલ વાંચો...

chinese-soldiers
ચીનની પીછે હટ

નવી દિલ્હી: પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચેનો ચાલી રહેલી રસ્સાકશી સોમવારે, 8 જૂને સમાપ્ત થઈ હતી. કારણ કે, ચીને બોર્ડર ક્ષેત્ર પરથી પોતાનું સૈન્ય બળ પાછું ખેંચી લીધું છે.

જો કે, ચીન દ્વારા સેનાના જવાનોને પાછા ખેંચવાનું પગલું માત્ર ઇરાદાપૂર્વક પગલું હોઈ શકે છે, કારણ કે આ વિવાદનું કોઈ નક્કર સમાધાન આવતું હોય તેવું દેખાતું નથી.

આપને જણાવી દઇએ કે, સોમવાર, 8 જૂન, ચિની આર્મીએ તેના સૈનિકો, તોપખાનાઓ, ભારે લડાકુ વાહનો અને અન્ય સૈન્ય ઉપકરણોને મુખ્ય પોઈન્ટ પરથી પાછળ ખેચી લિધા હતા. આ દરમિયાન ભારતીય સેનાએ પણ થોડી પીછેહઠ કરી હતી.

એક ઉચ્ચ સૈન્યના સુત્રોએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, અત્યાર સુધી બંને સૈન્ય વચ્ચેની વાતચીતમાં સૈન્ય દળોના સ્થાન અને એપ્રિલની સ્થિતિની પુનઃસ્થાપના પર ચર્ચા થઈ છે.

નોંધનીય છે કે, આ સમગ્ર વિવાદમાં ભારત અને ચીની સેના વચ્ચે ઘણી હિંસક અથડામણ થઈ હતી. 5 મેના રોજ લદ્દાખના પેંગોંગ તળાવની ઉત્તરી કાંઠે આવી જ ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 75 સૈનિકો ઘાયલ થયા હતા.

6 જૂને લેહ ખાતે 14મી કોર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરેન્દ્રસિંહ અને લેહ ખાતે 14મી કોર્પ્સના કમાન્ડર મેજર-જનરલ લિન લિયુ (ભારતીય સેનાના લેફ્ટનન્ટ જનરલ સમકક્ષ) વચ્ચે તાજેતરની પરિસ્થિતિ અંગે બેઠક થઈ હતી.

રસપ્રદ વાત એ છે કે પ્રતિનિધિમંડળને મળતા પહેલા બંને લેફ્ટનન્ટ-જનરલો વચ્ચે એક કલાકની ચર્ચા થઈ હતી. લેફ્ટનન્ટ-જનરલ કક્ષાની બેઠક સરહદરેખા પર ઉદ્ભવતા તણાવને લઈને યોજાઇ હતી. આ પહેલા બ્રિગેડિયર અને ચીફ લશ્કરી અધિકારીઓના સ્તરે અનેક બેઠકો યોજાઈ ચુકી છે.

અન્ય એક ઉચ્ચ સૈન્ય સુત્રોના જણાવ્યા અનુસાર, લશ્કરી કક્ષાની બેઠકો આગળ પણ ચાલુ રહેશે. 10 જૂને, ફરીથી બ્રિગેડ કમાન્ડરો અને સ્થાનિક અધિકારીઓ વચ્ચે બેઠક થશે. હજી, એપ્રિલની પરિસ્થિતિને પુનઃસ્થાપિત કરવામાં સમય લાગશે. ખાસ કરીને જ્યારે બંને દેશો મોટી સંખ્યામાં સૈન્ય તૈનાત કર્યા છે.

જ્યારે સુત્રોને પૂછવામાં આવ્યું કે, વિવાદનું મુખ્ય કારણ શું છે? શું ચીને પહેલા તેને આગળ વધાર્યું? ત્યારે તેના જવાબમાં સૂત્રોએ કહ્યું કે, તે સ્પષ્ટ છે કે સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું એ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. આનું કારણ ચીન દ્વારા તંબૂ, અન્ય અસ્થાયી સ્ટ્રક્ચર્સ છે.

જો ભારત સરહદ વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રસ્તા બનાવે છે, તો તેની સામે ચીન દ્વારા વાંધા ઉઠાવવાનું મુખ્ય કારણ છે.

ABOUT THE AUTHOR

...view details