ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાર્કિન્સન રોગને ઉંડાણપૂર્વક સમજવા માટે એક નવા સાધનની શોધ - ફાઇબ્રીલ્સ

પાર્કિન્સન એ સામાન્ય ચેતાતંતુઓને લગતો રોગ છે. જેનો કોઇ ઇલાજ નથી. એમ માનવામાં આવી છે કે આલ્ફા સિન્યુક્લિન નામના પ્રોટીનનું એકત્રીકરણ આ રોગવિજ્ઞાનમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. પાર્કિન્સ રોગથી પીડિત દર્દીઓના મધ્યભાગ કે જે સબબન્ટિયા નિગ્રા ભાગ તરીકે ઓળખાય છે ત્યારે આલ્ફા સિન્યુક્લિન ખુબ જ મોટાપ્રમાણમાં જોવા મળે છે

parkinsons disease
પાર્કિન્સન રોગ

By

Published : May 16, 2020, 6:59 PM IST

નવી દિલ્હી : દુનિયાભરના સંશોધકો હજુપણ એ બાબતને અભ્યાસ કરી રહ્ચા છે કે પ્રોટીન કઇ રીતે બને છે? પાર્કિન્સન રોગમાં જોવા મળેલી કોશિકાઓના મૃત કઇ રીતે થાય છે.? આ તમામ રહસ્યો પરથી પડદો ઉચકાઇ જાય તે પછી તે રોગ માટે દવા વિકસાવવામા મદદ મળી શકે તેમ છે. અને તેની લાંબા સમયથી જરુરિયાત છે પણ હજુ સુધી કામ શરુ કરી શકાયુ નથી.

દુર્ભાગ્યે આલ્ફા સિન્યુક્લિનએ સમજવામાં સરળ નથી. એકત્રીકરણનો થયેલા આલ્ફા સિન્યુક્લિનનું અંતિમ બિદું એ નાના પાતળા તંતુ અથવા ફાઇબ્રીલ્સની રચના છે. જેમાં એક પ્રકારનું પ્રોટીનનું સટ્રક્ચર હોય છે. જેને ક્રોસ બીટા ફોલ્ડ કહેવામાં આવે છે. ડાઇ, થિઓફ્લેવિન ટી, જે ક્રોસ બીટા સ્ટ્રકચર સાથે જોડાયેલુ છે. ફાઇબ્રીલ્સ તેનો સારી રીતે અભ્યાસ કરે છે. વૈજ્ઞાનિકો ફાઇબ્રીલ્સની ત્રિ-પરિમાણીય રચનાઓને હલ કરી છે. જેના આધારે દવાઓ કઇ રીતે વિકસીત કરવી તે પણ શીખ્યા છે. પરંતુ, ક્લીનીકલ ટ્રાયલમાં આ દવાઓ કામ નથી કરતી.

આ નિષ્ફળતાઓ વૈજ્ઞાનિકોનું માનવુ છે કે સંભવતઃ તેમને માત્ર ફાઇબ્રિલ્સની જ નહી પણ એકત્રીકરરણની પક્રિયાના પ્રાંરભમાં રચાયેલા વિવિધ મધ્યસ્થીઓને પણ સમજવાની જરુર છે. પણ હજુ સુધી મધ્યસ્થીઓની રચનાને હજુસુધી હલ કરવામા સફળતા મળી નથી. તેથી દવાનો ઉપયોગ કરીને તેના પર સંશોધન કરવુ મુશ્કેલ છે. ઉપરાંત, જે વૈજ્ઞાનિકો એ રીતથી આગળ આવી શકતા નથી. જે રીતથી પ્રારંભિક મધ્યવર્તી જાતિઓ અને ફાઇબ્રીલ્સ બંનેને મોનીટર કરી શકાય.

તાજેતરમાં આઇઆઇટી ( આઇએસએમ) ધનબાદ અને સીએસઆઇઆર ના કેમીકલ બાયોલોજી કોલકતાના વિજ્ઞાનિકોએ કેટલાંક મુદ્દાઓને શોધી કાઢ્યા હતા. આઇઆઇટીની ટીમના ડો.. ઉમાકાંત ત્રિપાઠીએ ભૌતિક વૈજ્ઞાનિક છે. તેઓ પણ ઝેડ સ્કેન ટેકનીકનો ઉપયોગ કરીને બાયોમેટ્રિયલ્સ નોનલીનયર પણ અભ્યાસ કરે છે તેમણે ઘરે જ લેબ બનાવી છે. તો બીજી તરફ સીએસઆઇઆર અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ કેમીકલ બાયોલોજીના ડો. કૃષ્ણાનંદ ચટ્ટોપાધ્યાય જે એકત્રીકણ અને પાર્કિન્સન રોગના પ્રભાવને સમજવા માટે કાર્યરત છે.

તપાસમાં ટીમને જાણવા મળ્યુ છે કે, ઝેન સ્કેન પધ્ધતિ ખરેખર એક ટેકનીક છે જે આલ્ફા સિન્યુક્લિનના એકત્રીકરણ પ્રારંભિક અને અંતમાં બંને તબક્કાને નિરીક્ષણ કરવામાં મદદ કરે છે. તેઓએ શોઘી કાઢ્યુ છે કે તેની મોનોમેરિક સ્થિતિથી ફાઇબ્રિલેર સ્ટ્રક્ચર સુધીની શરૂઆત થઇ રહી છે. તેમણે ખાસ કરીને તેમાં ત્રણ રસપ્રદ અવલોકન કર્યા છે. જેમાં પ્રથમ પ્રોટીનની રચનાઓની તુલનામાં ફાઇબરિલ્સના કિસ્સામાં લીનયરની મજબુતાઇ પ્રમાણમાં વધુ મજબુત હોય છે. બીજુ એકત્રીકરણમાં લેન્ડસ્કેપના જુદાજુદા તબક્કામાં હોય છે. જે એક નિશ્ચિત નોનલાઇનર પ્રોપર્ટી જેને લક્ષ્ય બનાવી શકાય છે. ત્રીજી અને સૌથા અગત્યનું પરિણામ લીનયરની નિશાનીમાં ફેરબદલ કરવામાં આવ્યુ છે. જ્યારે અંતમાં ઓલિગોમર્સ લગભગ 24 કલાક માટે રચાય છે.

ABOUT THE AUTHOR

...view details