ગુજરાત

gujarat

By

Published : Apr 17, 2020, 8:03 PM IST

ETV Bharat / bharat

લોકડાઉનને કારણે વીજ વિતરણ કંપનીઓને 30 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે: CII

CIIએ જણાવ્યું હતું કે બંધ દરમિયાન પાવર સેક્ટર આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલું છે. આ ક્ષેત્રમાં માંગ સાથે રોકડની અછતના બેવડા સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.

વીજળી
વીજળી

નવી દિલ્હી: ઉદ્યોગ સંગઠન સીઆઈઆઈએ શુક્રવારે કહ્યું હતું કે લોકડાઉનને કારણે વીજ વિતરણ કંપનીઓને 30,000 કરોડ રૂપિયાનું નુકશાન શકે છે અને તેમને આશરે 50,000 કરોડનું રોકડ સંકટનો સામનો કરવો પડી શકે છે. સરકારી આંકડા મુજબ, વીજ ઉત્પાદન કંપનીઓનો ફેબ્રુઆરી 2020 સુધી વીજળી વિતરણ કંપનીઓ પર 92,602 કરોડ રૂપિયા બાકી છે.

શુક્રવારે જાહેર કરાયેલા એક અહેવાલમાં CIIએ જણાવ્યું છે કે, "વીજળી વિતરણ કંપનીઓને ઉત્પાદન કંપનીઓના લેણાં ચૂકવવા માટે સરળ લોન સુવિધા, ઉદ્યોગ અને વ્યવસાય સાથે જોડાયેલા ગ્રાહકો માટે વીજળીના દર ઓછા અને વીજ ફરજ અને કોલસા સેસ જેવા પરોક્ષ કરમાં મુક્તિ જેવા પગલાં લેવા જોઈએ.

દેશભરમાં કોરોના વાઇરસ રોગચાળાના કારણે લૉકડાઉન છે. પહેલા 14 એપ્રિલના રોજ લોકડાઉન સમાપ્ત થઈ રહ્યું હતું, પરંતુ હવે તે 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે.

સીઆઈઆઈએ જણાવ્યું હતું કે બંધ દરમિયાન પાવર સેક્ટર આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલું છે. આ ક્ષેત્રમાં માંગ સાથે રોકડની અછતના બેવડા સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details