નવી દિલ્હીઃ કોરોના સંક્રમણના ભય વચ્ચે વાડપ્રધાન મોદીએ દેશવાસીઓ એકજૂથ રહેવાની અપીલ કરી હતી. તેમજ રવિવારે લોકોને રાતે નવ કલાકે દીવા પ્રગટાવવા કહ્યું હતું.
વડાપ્રધાનના આ નિવેદન અંગે પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું હતું કે, અમે દીવા પ્રગટાવીશું પણ સાથે તમારે અર્થશાસ્ત્રીઓની વાત પણ સાંભળવી જોઈએ.
પૂર્વ કેન્દ્રીય પ્રધાને ટ્વીટમાં લખ્યું હતું કે, અમે તમારી વાત સાંભળીને 5 એપ્રિલે દીવા પ્રગટાવીશું. પણ એના બદલામાં તમે પણ અર્થશાસ્ત્રીઓની વાત સાંભળો. આશા છે કે, તમે ગરીબો માટે રાહત પેકેજની જાહેરાત કરશો. જે નિર્મલા સીતારમણ પોતાના ભાષણ ભૂલી ગયા હતા.
પી.ચિદબરમે લખ્યું હતું કે, હાલ આપણે લોકોની મદદ કરવી જોઈએ. ભલે એ મજૂર હોય કે કોઈ બિઝનેઝમેન. આ સમયે આર્થિક શક્તિ રિ-સ્ટાર્ટ કરવાની જરૂર છે.
નોંધનીય છે કે ,કોરોના સંકટ વચ્ચે ભારત સરકાર દ્વારા એક લાખ 70 હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 80 કરોડ નાગરિકોને ઘઉં-ચોખા, 20 કરોડથી વધુ મહિલા જનધન બેંક ખાતાધારકોને આર્થિક સહાય આપવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે એક વીડિયો સંદેશમાં દેશવાસીઓને દીવો પ્રગટાવવા અપીલ કરી છે. PM કહ્યું હતું કે, 5 એપ્રિલની રવિવારે રાત્રે નવ વાગ્યે, તમે નવ મિનિટ સુધી દીવો પ્રગટાવો નહીં તો મોબાઈલ ફ્લેશ કરી શકો છો. આ એકતા દ્વારા અમે કોરોનાના અંધકારને ખતમ કરીશું